Site icon

Lalbaug cha Raja: હે ભગવાન આવી ભીડ? લાલબાગના રાજાના દર્શન સમયે જામતી ભીડનો વિડીયો વાયરલ થયો. જુઓ વિડીયો.. શું તમે દર્શને જશો? જાણો વિગતે..

Lalbaug cha Raja: એક અંદાજ મુજબ પહેલા દિવસે જ 20 લાખથી વધુ ભક્તોએ લાલબાગના રાજાના દર્શન કર્યા હતા. પહેલા જ દિવસે બોલિવૂડના અનેક કલાકારો, રાજકીય નેતાઓની સાથે સામાન્ય નાગરિકોએ લાલબાગના રાજાના દર્શન કર્યા હતા.

The video of the crowd gathering during the darshan of the Raja of Lalbagh went viral.

The video of the crowd gathering during the darshan of the Raja of Lalbagh went viral.

News Continuous Bureau | Mumbai 

Lalbaug cha Raja: ગણેશ ચતુર્થી ( Ganesh Chaturthi ) માટે દેશભરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ મહારાષ્ટ્રમાં ( Maharashtra ) આ તહેવારને લઈને અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લોકો લાલબાગના રાજાના દર્શન માટે આતુરતાથી રાહ જુએ છે. લાલબાગનું રાજા ગણેશ મંડળ( Ganesha Mandal ) દેશભરમાં પ્રખ્યાત છે. દેશ-વિદેશમાંથી લાખો લોકો લાલબાગના રાજાના દર્શન ( Darshan ) કરવા આવે છે. ગણેશ ઉત્સવનો તહેવાર 10 દિવસ સુધી ચાલે છે અને આ વખતે ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે અને 28 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈની દરેક ગલીઓમાં બાપ્પા હાજર છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક વર્ષની રાહ જોયા બાદ બાપ્પા ફરી પંડાલોમાં જોવા મળ્યા છે. મુંબઈના સૌથી પ્રખ્યાત ગણપતિ બાપ્પા એટલે કે લાલબાગના રાજા પણ પધાર્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ દરેક ખાસ કરીને દરેક લોકો બાપ્પાના દર્શન કરવા જઈ રહ્યા છે.

લાલબાગના રાજાના દર્શન કરવા માત્ર દેશ જ નહીં વિદેશથી પણ લોકો આવે છે. લાખોની સંખ્યામાં આવતા લોકોએ પોતાના પ્રિય બાપ્પાને અનેક પ્રસાદ ચઢાવ્યો છે. આ વખતે પણ બાપ્પાને ઢગલાબંધ પ્રસાદ ચડાવવામાં આવ્યો છે, જેમાં માત્ર રોકડ, સોના-ચાંદીના દાગીના જ નહીં પરંતુ અન્ય વસ્તુઓ પણ ચઢાવવામાં આવી છે. લોકોની મનોકામના પૂર્ણ થતાં બાપ્પાને ચાંદીનો મોદક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગણેશ ઉત્સવના બીજા દિવસે જ્યારે લાલબાગના રાજાની દાનપેટી ખોલવામાં આવી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ દાનપેટીમાંથી મોટી માત્રામાં રોકડ અને સોના-ચાંદીનો પ્રસાદ મળી આવ્યો હતો.

 20 લાખથી વધુ ભક્તોએ લાલબાગના રાજાના દર્શન કર્યા

એક અંદાજ મુજબ પહેલા દિવસે જ 20 લાખથી વધુ ભક્તોએ ( Devotees ) લાલબાગના રાજાના દર્શન કર્યા હતા. પહેલા જ દિવસે બોલિવૂડના અનેક કલાકારો, રાજકીય નેતાઓની સાથે સામાન્ય નાગરિકોએ લાલબાગના રાજાના દર્શન કર્યા હતા. મોડી રાત સુધીમાં પ્રથમ દિવસે લાલબાગના રાજા મંડળ દ્વારા દાનમાં આપવામાં આવેલી રોકડ રકમ અને માલસામાનની પૂર્ણાહુતિ થઈ હતી.
પ્રથમ દિવસે ભક્તો દ્વારા લાલબાગના રાજાના ચરણોમાં અર્પણ કરાયેલા દાનની (બુધવાર, 20 સપ્ટેમ્બર) દિવસભર ગણતરી કરવામાં આવી હતી. જેમાં ભક્તો દ્વારા 42 લાખ રૂપિયાની રોકડ રકમ જમા કરવામાં આવી હતી. તે સિવાય રાજાના ચરણોમાં 198.550 ગ્રામ સોનું અને 5440 ગ્રામ ચાંદી અર્પણ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Women Reservation Bill: લોકસભામાં રજૂ થયેલું મહિલા અનામત બિલ શું છે અને તેનાથી મહિલાઓને શું લાભ થશે? જાણો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં..

દર્શન માટે ઉમટી ભીડ…

દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો લાલબાગના રાજાના દર્શન કરે છે અને આ ભીડ સતત 10 દિવસ સુધી ચાલુ રહે છે. આ વર્ષે પણ ભાવિકોમાં અનેરો ભાવ અને ઉત્સાહ પુરજોશમાં દેખાય રહ્યો છે. તેથી લોકો લાંબી લાંબી કતારોમાં લાગીને પણ બાપ્પાના દર્શન માટે ઉત્સાહિત છે.

દરમિયાન સોશ્યલ મિડીયા પર એક વિડીયો વાયરલ (  viral video ) થયો હતો.. જેમાં દર્શન માટે આવતા લોકોની લાંબી લાઈન અને લોકોની ભીડ નજરે પડી હતી. વિડીયોમાં દર્શન માટે આવેલા ભક્તોની ખુબ લાંબી લાઈન નજરે જોવા મળે છે. લાલબાગના રાજા માટે ભક્તોએ ત્રણ ત્રણ દિવસથી લાંબી લાઈનમાં ઉભા રહીને બાપ્પાના દર્શન કરી રહ્યા છે.

દરમિયાન આ વિડીયોના વાયરલ થતા ઘણા લોકોએ આની પર તેમની પ્રતિક્રિયા પણ આપી છે. જેમાં ઘણા લોકોએ અન્ય ભક્તોને વિનંતિ કરી શકે છે લાલબાગના રાજાના દર્શન કરવા આવેલા ભક્તોની હાલત અત્યંત ગંભીર છે. કૃપા કરીને કોઈએ દર્શન માટે આવવું નહીં કે સંબંધીઓને મોકલવા નહીં. આમ ઘણી પ્રતિક્રિયા બાદ પણ ભક્તોનો ઉત્સાવ પુરજોશમાં નજરે પડી રહ્યો છે.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version