Site icon

Lalbaugcha Raja: ગણપતિ બાપ્પા મોરિયા…. ઘરે બેઠા કરો લાલબાગ ચા રાજાના પ્રથમ દર્શન, લાઈવ; અહીંયા ક્લિક કરો.

Lalbaugcha Raja : મુંબઈ, મહારાષ્ટ્રમાં ગણેશનું ( Ganesh ) ભવ્ય મંદિર છે, જે લાલબાગ કા રાજા તરીકે ઓળખાય છે. આ વર્ષે લાલબાગના રાજાની સ્થાપનાને 91 વર્ષ થયા છે. દર વર્ષે લાખો લોકો રાજાની એક ઝલક મેળવવા લાઈનમાં ઉભા રહે છે. ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈના લાલ બાગના રાજાની સૌથી વધુ ચર્ચા રહે છે.

Lalbaugcha Raja Mumbai’s Lalbaugcha Raja 2024 Ganpati Bappa’s first look and live streaming details

Lalbaugcha Raja Mumbai’s Lalbaugcha Raja 2024 Ganpati Bappa’s first look and live streaming details

 News Continuous Bureau | Mumbai

 Lalbaugcha Raja : મહારાષ્ટ્રમાં ભરમાં ગણેશજીના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈમાં ગણેશોત્સવ દરેકને આકર્ષે છે, અહીંના ગણેશોત્સવમાં લાલબાગના રાજાનું નામ સૌથી પહેલા આવે છે. લાલબાગના રાજાના પ્રથમ દર્શન કરવા માટે ભારે ભીડ ઉમટી પડે છે. તેમજ સમગ્ર ગણેશોત્સવના સમયગાળા દરમિયાન દર્શન માટે લાંબી કતારો જોવા મળે છે. ઘણા સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનો લાલબાગ રાજાના દર્શન માટે આવે છે.

Join Our WhatsApp Community

Lalbaugcha Raja :લાલબાગ ચા રાજાના પ્રથમ દર્શન

 Lalbaugcha Raja : 16 કરોડ રૂપિયાનો 20 કિલોનો મુગટ

આ વખતે લાલબાગના રાજાનું આકર્ષણ 16 કરોડ રૂપિયાનો 20 કિલોનો મુગટ હશે. તાજ નીલમણિ અને મીનાથી જડાયેલો છે અને તેનો ઘેરાવો લગભગ છ ફૂટ છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દાન કરવામાં આવેલ આ તાજને જોવા માટે તમામ ભક્તો આતુર છે.

  Lalbaugcha Raja : 400.58 કરોડ રૂપિયાનો રેકોર્ડ વીમો 

લાલબાગના રાજાના મંડપ અને આભૂષણોની હંમેશા ચર્ચા થાય છે. આ વખતે તેમાં મુકુટનો ઉમેરો થયો છે અને બોર્ડે 10 દિવસના ચાલનારા ઉત્સવ માટે 400.58 કરોડ રૂપિયાનો રેકોર્ડ વીમો લીધો છે. ગયા વર્ષે મંડલે રૂ. 360.40 કરોડનો વીમો લીધો હતો.  મંદિર તરફથી 24 કલાક દર્શન, પૂજા, અન્નદાન અને સેવા ચાલુ છે. ગણેશોત્સવના 10 દિવસમાં 60 હજાર વખત પૂજા કરવામાં આવે છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દરરોજ સરેરાશ 20 હજાર લોકો દર્શને આવે છે અને એક લાખ લોકોને ભોજન આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  Ganesh Mandals: મુંબઈના ગણેશ મંડળોને એક સાથે પાંચ વર્ષની મંજૂરી આપવા મહાપાલિકાને મંગલ પ્રભાત લોઢાની રજૂઆત.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rupali Ganguly: ઓક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટ્રાફિકમાં ફસાઈ સોશ્યલ મિડીયા પર બળાપો કાઢ્યો કહ્યું ‘મુંબઈકરોની ધીરજની પરીક્ષા ન લો’
Goregaon Fire: ગોરેગાંવની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
Vakola Police: વાકોલામાં મહિલા સાથે જાતીય શોષણ અને અશ્લીલ તસવીરોથી બ્લેકમેલ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ
Jogeshwari Tanker Accident:જોગેશ્વરીમાં બેફામ ગતિએ આવતા ટેન્કરની ટક્કરે ૬૩ વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત
Exit mobile version