News Continuous Bureau | Mumbai
પાલઘર જિલ્લા(Palghar)માં પડી રહેલા મુશળધાર વરસાદે(heavy rain) જનજીવન ખોરવી નાખ્યું છે ત્યારે વસઈના રાજાવલી વાઘરાલ પાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભેખડ ધસી(Landslide) પડવાની દુર્ઘટના બની હતી, જેમાં કાટમાળ હેઠળથી ચારને બચાવ્યા હતા. તો અન્ય લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે.
જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ ભેખડ ધસી પડતા કાટમાળ નીચે છ લોકો ફસાયા હતા. તેમાંથી ચારને બચાવી લેવામાં આવ્યા હતા, તેમાં એક બાપ-દીકરીનો સમાવેશ થાય છે. વાલીવ પોલીસ અને વસઈ-વિરાર મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી ચાલી(resque operation) રહી છે.
આ સમાચાર પણ વાંચો : હાશ- મુંબઈમાં દુકાનોના બોર્ડ મરાઠીમાં લખવાને લઈને BMC એ વધારી આપી આટલી મુદત- જાણો વિગત
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ઢેકાળે વિસ્તાર નજીક ભેખ઼ડ ધસી પડી છે, જેના કારણે મોટો ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ભેખડો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળેલ માહિતી મુજબ એમએમઆરડીએની પાણીની પાઈપલાઈનનું કામ પૂરું થયા બાદ ખોદકામમાં આવેલી ટેકરી પર કોઈ રક્ષણાત્મક દિવાલ બનાવવામાં આવી ન હોવાથી તિરાડો પડી ગઈ હોવાના અહેવાલ છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાલઘર જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. પરિણામે બુધવારે સવારે પાલઘર તાલુકામાં ઠેક ઠેકાણે ઘરની દીવાલો તૂટવાની અને ઝાડ તૂટી પડવાના બનાવ પણ બન્યા હતા.