180
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જુલાઈ, 2021
શનિવાર
ઘાટકોપરના ગુજરાતી ડૉક્ટરને લૉટરી લાગી ગઈ છે. ગયા મહિને બિલ્ડિંગના પાર્કિંગ લૉટ પર પાર્ક કરેલી કાર કૂવામાં ડૂબી ગઈ હતી. કાર ગુમાવી બેસનારા માલિકને જોકે કંપનીએ નવીનક્કોર કાર ભેટ તરીકે આપી દીધી છે.
ઘાટકોપર (વેસ્ટ)માં એક હાઉસિંગ સોસાયટીમાં કૂવા ઉપર આરસીસી બાંધકામ કરીને પાર્કિંગ પ્લૉટ ઊભો કરવામાં આવ્યો હતો. ગયા મહિનામાં ભારે વરસાદ દરમિયાન આરસીસી બાંધકામ તૂટી પડ્યું હતું અને કાર ક્ષણ ભરમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ગરકાવ થઈ હતી. લગભગ 12 કલાકની જહેમત બાદ કારને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. એનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી વળ્યો હતો.
બિલ્ડરોને બખ્ખા : પ્રશાસને નીમેલા વહીવટદારોનો મનમાનીભર્યો કારભાર, રહેવાસીઓની મંજૂરી વગર મુંબઈ રીજનમાં 500 હાઉસિંગ સોસાયટીઓ બારોબાર રીડેવલપમેન્ટમાં; જાણો વિગત
લાખો રૂપિયાની કિંમતની કાર આંખના પલકારામાં કૂવામાં ગુમાવી બેસનારા ડૉક્ટરનું જોકે નસીબ ખૂલી ગયું છે. કારની કંપનીએ સામેથી આવીને ડૉક્ટરને બદલામાં નવી કારની ભેટ કરી છે.
You Might Be Interested In