Site icon

Lavani Dancer Viral Video: નિયતિએ આજે ​​કેવી મજાક ઉડાવી છે! લાવણી મહારાણી પર આવ્યો ભીખ માંગવાનો સમય, વીડિયો થયો વાયરલ.

Lavani Dancer Viral Video: શાંતાબાઈ લાવણી મહારાણી પર આવ્યો ભીખ માંગવાનો સમય, વીડિયો થયો વાયરલ..

Shantabai Kopargaonkar

Shantabai Kopargaonkar

News Continuous Bureau | Mumbai

Lavani Dancer Viral Video: ધોળા સફેદ વાળ, શરીર પર ભારે પોલકા-સાડી અને કપડાંના પોટલું… આ કોઈ ભિખારી નથી પણ મહારાષ્ટ્રની એક લાવણીની મહારાણીની આ હાલત છે. એક સમયે પોતાના નૃત્યથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરનાર આ લાવણી મહારાણી, ખરેખર નિયતિએ તેની મજાક ઉડાવી છે. આ મહારાણીના પાસે પોતાનુ ઘર ન હોવાથી બસ સ્ટેશન પર જ રેહવાનો સમય આવી ગયો છે. આ લાવણીની મહારાણી શાંતાબાઈ લોંધે ઉર્ફે શાંતાબાઈ કોપરગાંવકર (Shantabai Kopargaonkar) છે. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

એક સમયે શાંતાબાઈના લાવણી નૃત્યની સાથે તેમની સુંદરતાએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. લાલબાગ પરેલનું હનુમાન થિયેટર ગજાવનાર. ચાલીસ વર્ષ પહેલાં, કોપરગાંવકર બસ સ્ટેન્ડના કર્મચારી અત્તરભાઈએ તેમની ખ્યાતિ અને લોકોના પ્રતિસાદને કારણે ‘શાંતાબાઈ કોપરગાંવકર’ નામનો તમાશો શરુ કર્યો હતો. તેના તમાશાના કાર્યક્રમો વધવા લાગ્યા. તે લાઈમલાઈટમાં આવી. પરંતુ શિક્ષણના અભાવે તેઓ છેતરાયા હતા.
અત્તર ભાઈએ તમામ તમાશા વેચી દીધાને ભાગી ગયો અને શાંતાબાઈ બરબાદ થઈ ગયા. આનાથી તેને મોટો માનસિક આઘાત લાગ્યો. ધીમે ધીમે તે માનસિક બીમારીનો ભોગ બની. શાંતાબાઈનો કોઈ પતિ નથી, કોઈ નજીકના સંબંધીઓ નથી અને તેના માથા પર છત નથી, તેથી કોપરગાંવ બસ સ્ટેશન જ તેનું ઘર બની ગયું.

કોપરગાંવ તાલુકાના સામાજિક કાર્યકર અરુણ ખરાતે બે દિવસ સુધી શાંતાબાઈની શોધ કરી….

‘ઓલખ જુની ધરુન માની’ ગીત ગાતી વખતે 75 વર્ષની વયની શાંતાબાઈને ફિલ્માવવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થયો અને આ વીડિયો ખાનદેશના કેટલાક તમાશા કલાકારોના હાથમાં આવ્યો. તેમણે કોપરગાંવ તાલુકાના સામાજિક કાર્યકર અરુણ ખરાતને (social worker Arun Kharat) મોકલ્યા. ખરાતે બે દિવસ સુધી શાંતાબાઈની શોધ કરી અને અંતે તેણી કોપરગાંવ બસ સ્ટેન્ડ પર મળી. અરુણ ખરાત અને તેમના મિત્ર ડૉ. અશોક ગાવિત્રે તેમને હોસ્પિટલ લઈ ગયા અને શાંતાબાઈને તબીબી સહાય પૂરી પાડી. શાંતાબાઈને સરકાર તરફથી નજીવી આર્થિક સહાય મળી રહી છે અને તેઓ હલાકી ભર્યુ જીવન જીવી રહ્યા છે.

Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Exit mobile version