News Continuous Bureau | Mumbai
Rang Raas Navratri : ઉત્તર મુંબઈ એટલે નવરાત્રિ હબ, અને એમાં પણ ચીકુવાડી ખાતે બાળાસાહેબ ઠાકરે મેદાન માં આયોજીત રાસરંગના રાસ-ગરબા એટલે ટૉપ ક્લાસ. ગતવર્ષની માફક આ વર્ષે પણ સુપ્રસિદ્ધ ગાયિકા અને રામ ચાહે લીલા સોંગ ફેમ ભૂમિ ત્રિવેદી ( Bhoomi Trivedi ) વધુ એકવખત બોરીવલી ખાતે રાસરંગ નવરાત્રિમાં પોતાના સુર રેલાવા જઈ રહી છે. સફળતાનું આ સતત ત્રીજું વર્ષ છે. ગત 2 વર્ષથી રાસરંગ ગરબા ( Garba ) ખાતે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને લોકોનો રિસ્પોન્સ, ઉત્સાહ અને પ્રેમને ધ્યાનમાં રાખીને અહીં ત્રીજીવાર રાસરંગ ગરબા આયોજીત થઈ રહ્યાં છે.

Legendary singer Bhumi Trivedi will perform for the third time in a row at Rang Navratri in Borivali.
રાસરંગ ગરબા એ ધારાસભ્ય પ્રવીણ દરેકરના ( Pravin Darekar ) અથક પરિશ્રમ અને વિઝનથી આકાર પામેલું નવરાત્રિ આયોજન છે. ધારાસભ્ય પ્રવીણ દરેકર ભાજપના વિધાન પરિષદના નેતા પણ છે. રાસરંગ ગરબામાં દર વર્ષે મોટી સેલિબ્રિટી, નેતાઓ અને ટેલીવિઝનના સિતારાઓ આવી પહોંચે છે. આ નવરાત્રિના પ્રમુખ પ્રાયોજક મહાવીર સોલીટાયરના પિનાકિન શાહ તેમજ રાયગઢ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ ઇવેન્ટ હાઇ ટૅક ઇવેન્ટ ડિઝાઇન કંપનીના જિગ્નેશ ભૂતા દ્વારા ઓર્ગેનાઈઝ અને ડિધાઈન પામ્યો છે.

Legendary singer Bhumi Trivedi will perform for the third time in a row at Rang Navratri in Borivali.
હાલમાં બોરીવલીના ( Borivali ) રઘુલીલા મોલ ખાતે જાણીતી હસ્તીઓની હાજરીમાં નવરાત્રીના પોસ્ટરનું વિમોચન ( Navratri Poster Release ) કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ દરેકર, કોર્પોરેટર પ્રકાશ દરેકર, તેમજ ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટી ( Gopal Shetty ) અને સિંગર ભૂમિ ત્રિવેદી સહિત મહાવીર સોલીટાયરના ઓનર પિનાકિન શાહ અને હાઇ ટેક ઇવેન્ટ ડિઝાઇન જિજ્ઞેશ ભુતા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં. મિડીયાકર્મીઓની સંથયા પણ નોંધપાત્ર રહી હતી. તેમજ સિંગર ભૂમિ ત્રિવેદી સાથે પરફોર્મ કરનાર મ્યૂઝિક બેન્ડ પણ હાજર હતું. આ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું કે લોકોના અભૂતપૂર્વ ઉત્સાહને કારણે અમને નવરાત્રિ આયોજિત કરવાની પ્રેરણા મળે છે. અને આથી અમે વધુ એક વખત નવરાત્રી નું બોરીવલી ખાતે આયોજન કરવાનું નક્કી કર્યું છે. અમને વિશ્વાસ છે કે લોકો નો આ પ્રેમ બરકરાર રહેશે. અહીં ઉપસ્થિત ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ જણાવ્યું હતું કે ઉત્તર મુંબઈ એટલે નવરાત્રીનું હબ અને તેમાં પણ ભૂમિ ત્રિવેદી જેવા સિંગરને માણવા લોકો આવી પહોંચે છે તે સંસ્કૃતિનું જતન કરવાની એક આધુનિક પદ્ધતિ છે. આ પ્રસંગે સિંગર ભૂમિ ત્રિવેદી સ્ટેજ પરથી પોતાના સુર રેલાવ્યા હતા અને તમામ ખેલૈયાઓને રંગરાસ નવરાત્રી માં આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમનું સૂત્ર સંચાલન હાઇ ટેક ઇવેન્ટ ડિઝાઇનના જિગ્નેશ ભૂતાએ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચોઃ National Geoscience Awards: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેશનલ જીઓસાયન્સ એવોર્ડ્સ-2023 કર્યા એનાયત.
Rang Raas Navratri : ખેલૈયાઓ માટે મોટું સરપ્રાઇઝ અને વિશેષ વ્યવસ્થા.
સતત ત્રીજા વર્ષે આયોજિત થઈ રહેલા આ ગરબામાં ખેલૈયાઓ માટે ઘણા સરપ્રાઇઝ રાખવામાં આવ્યા છે. અહીં પ્રતિદિન કોન્ટેસ્ટ થશે, નિત નવા ઇનામોથી ખેલૈયાઓને નવાજવામાં આવશે. ખેલૈયાઓની ખાણીપીણી માટે ઉત્તમ વ્યવસ્થા અને મોટી સંખ્યામાં ગાડી અને સ્કૂટર પાર્ક થઈ શકે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંપૂર્ણ ઇવેન્ટમાં સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી મુંબઈની ટૉપ સિક્યોરિટી કંપની દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવશે. એક અનુમાન મુજબ અહીં દૈનિક 25,000 થી વધુ ખેલૈયાઓ તેમજ લોકોની સંખ્યા હશે. આમ 10 દિવસ દરમિયાન 3,00,000 થી વધુ ખેલૈયાઓ નવરાત્રી માં ભાગ લેશે. સંખ્યાબળનું ધ્યાન રાખીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Legendary singer Bhumi Trivedi will perform for the third time in a row at Rang Navratri in Borivali.
Rang Raas Navratri : પાસની ઉપલબ્ધતા.
ખેલૈયાઓને વધુ તકલીફ ન પડે તેમજ ઘર બેઠા આસાનીથી પાસ ખરીદી શકાય તે માટે બૂકમાયશૉ પર પાસનું વેચાણ ચાલુ છે. જેથી ખેલૈયાઓ વહેલામાં વહેલી તકે પાસ ખરીદીને પોતાની એન્ટ્રી સુનિશ્ચિત કરી શકે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચોઃ Meghalaya: પહાડી રાજ્યમાં કોંગ્રેસને મોટો ઝટકો, ચારમાંથી ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી; બન્યા એનડીએનો હિસ્સો..