Site icon

લીંબુ શરબત પીવું છે? મુંબઈમાં આ છે નવી કિંમત..

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મોંઘવારીની(Inflation) ચક્કીમાં પીસાઈ રહેલા સામાન્ય નાગરિકો માટે હવે સાદુ લીંબુ શરબત (Lemon juice)પીવું પણ મોંઘુ થઈ ગયું છે. ઉનાળા(Summer)ની કાળઝાળ ગરમી(Summer heat)માં રાહત આપનારું લીંબુ શરબત પાંચથી દસ રૂપિયામાં વેચાતું હતું, તે હવે સીધું 15ને 20 રૂપિયા થઈ ગયું છે. 

રેલવે સ્ટેશનોની (Railway Station) બહાર અને ખાસ કરીને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર લીંબુના શરબત પણ વેચાતા બંધ થઈ ગયા હોવાનું જણાય છે. લીંબુ શરબત મોંઘા થતા લોકો ગરમીથી રાહત મેળવવા માટે અન્ય ઠંડાં પીણાં તરફ વળ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  લીંબુ થયા મોંઘા… હવે નજર કેમ ઉતારવી? યહ લીંબુ હમકો દે દે ઠાકુર… સોશિયલ મીડિયા પર લીંબુ પુરાણ શરૂ.. જુઓ મજેદાર અને હાસ્યાસ્પદ કાર્ટુનો….

દિવસભર ગરમીમાં બહાર કામ કરનારા કામદાર અને શ્રમિક વર્ગ મોટા પ્રમાણમાં ઉનાળાની ગરમીમાં લીંબુ પાણીનો સહારો લેતો હોય છે. પરંતુ સામાન્ય રીતે પાંચ રૂપિયામાં મળતા શરબત હવે લીંબુ મોંઘા થયા હોવાના કારણે 15થી 20 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં લીંબુની આવકમાં ઘટાડો થયો છે, તેથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં લીંબુ પાંચથી દસ રૂપિયામાં મળતા હતા. ઇંધણના ભાવમાં પણ વધારો થયો છે, તેના કારણે પરિવહનનો ખર્ચો વધી ગયો છે. તેથી પણ લીંબુના ભાવમાં વધારો થયો છે.

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Exit mobile version