ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં એલ.આઇ.સીના અધિકારવાળી ૮૨ સેસ ઈમારતોના જીર્ણોદ્ધારનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. મ્હાડાના યુનિટ મુંબઈ રીપેર બોર્ડે ઈમારતોના પુન: નિર્માણ માટે તત્કાળ પ્રસ્તાવ મોકલવાનો આદેશ આપ્યો છે.
ગિરગાંવની આંગ્રેવાડી ચાલી, નવીન બદામવાડી, દેવકરણ નાનજી ચાલી અને દક્ષિણ મુંબઈમાં એલઆઇસીઓફ ઇન્ડિયાના અધિકારવાળી ૧૨૫ વર્ષ જૂની ચાલીઓ છે. આ ચાલીઓમાં ૧,૦૬૮ રેસિડેન્સી ફ્લેટ અને કુલ ૯૮૪ નોન રેસિડેન્સીયલ ફ્લેટ મળીને ૨,૦૫૨ ફ્લેટ છે. જેમાંથી લગભગ ૮૨ જૂની ઇમારતો છે.
આ બધી ઇમારતોના જીર્ણોદ્ધાર વિકાસ નિયંત્રણ નિયમાવલીના અધિનિયમ ૩૩(૭) અને ૩૩(૯) હેઠળ મ્હાડાના રીપેર બોર્ડના માધ્યમથી થશે.
