201
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભૂસાવળથી મુંબઈ ફરવા આવેલા એક જ પરિવારના 12 સભ્યોને અક્સા બીચ (Aksa Beach)પર ડૂબતા બચાવી લેવામાં આવ્યા હતા. બીચ પર ફરજ બજાવી રહેલા લાઈફગાર્ડની(Lifeguard) સર્તકતાએ 12 સભ્યો બચી ગયા હતા.
ગુરુવાર સાંજે પરિવારના 12 સભ્યો પાણીમાં અંદર ગયા હતા. એ સમયે ભરતી(tide) હોવા છતાં આ લોકો પાણીમાં ન્હાવા ગયા હતા. પાણીનું સ્તર(Water level) વધતા આ લોકો પાણીની અંદર ખેંચાઈ ગયા હતા. એ સમયે ફરજ પર હાજર રહેલા લાઈફગાર્ડની નજર તેમના પર ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈના સિનિયર સિટિઝનોની વહારે આવી BMC, તેમને સહારો આપવા માટે કરશે આ કામ… જાણો વિગતે
તે પોતાના સાથીદારો સાથે દોડી ગયો હતો અને તમામ લોકોને પાણીની બહાર સુરક્ષિત રીતે ખેંચી કાઢ્યા હતા અને મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.
You Might Be Interested In