અરે વાહ!! શું વાત છે. જૂહુ બીચ પર હવે રોજ રાત્રે લાઇટ શો થશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા ચાર કરોડ રૂપિયાના ખર્ચે જૂહુ બીચ પર એક અનોખી સૌંદર્ય યોજના લાગુ કરવા જઈ રહી છે. આ યોજના મુજબ જુહુ બીચ પર રોજ સાંજે લાઈટ શો નું આયોજન કરવામાં આવશે.

આ માટે મુંબઈ મહાનગરપાલિકાના પ્રશાસને મંજૂરી મેળવી લીધી છે. લાઈટ શોમાં મુંબઈ શહેરનું મહત્વ તેમજ મુંબઈના જાણીતા સ્થળો અને મનોરંજક વસ્તુઓને પ્રસ્તુત કરવામાં આવશે. આ લાઇટ શો અંધારું થઈ ગયા બાદ લોકો સમક્ષ બેથી વધુ વખત એક નિશ્ચિત સમયના અંતરે પ્રસ્તુત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરનો જુહુ બીચ એ વિશ્વપ્રસિદ્ધ જગ્યા છે અને અહીં દેશ-વિદેશથી લોકો ફરવા માટે આવે છે. જોકે લાંબા સમયથી આ બીચનો કાયાપલટ થયો નથી. હવે પ્રશાસન સૌંદર્ય કરણના માધ્યમથી પ્રવાસીઓને વધુ એક વખત બીચ સુધી લઈ આવવા માંગે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More