Site icon News Continuous Bureau | Mumbai

હવે મુંબઈ શહેરમાં આ પ્રાઇવેટ 29 હોસ્પિટલો પણ કોરોનાની વેક્સિન આપશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

04 માર્ચ 2021

ત્રીજા ચરણના વેક્સિનેશન પ્રોગ્રામ ને ઝડપી બનાવવા માટે, કેન્દ્ર સરકારે મુંબઈ શહેરના 29 પ્રાઇવેટ હોસ્પિટલોને 60 વર્ષથી વધુના લોકો તેમજ ૪૫ વર્ષથી વધુના લોકો જેમને શારીરિક તકલીફ હોય તેમને વેક્સિન આપવા માટેની પરવાનગી આપી છે.

 

આ હોસ્પિટલોમાંથી પ્રમુખ હોસ્પિટલ છે હિન્દુજા, લીલાવતી, જસલોક, કોકીલાબેન હોસ્પિટલ, બોમ્બે હોસ્પિટલ, એસ એલ રહેજા હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, નાણાવટી હોસ્પિટલ તેમજ સેઇફી હોસ્પિટલ. 

આ ઉપરાંત કેન્દ્ર સરકારે મહાત્મા જ્યોતિબા ફુલે, જન આરોગ્ય યોજના તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ હેઠળ આવનાર હોસ્પિટલોને પણ વેક્સિન કાર્યક્રમમાં જોડાવા કહ્યું છે.

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે પ્રાઇવેટ હોસ્પિટલોને 200થી વધુ અતિરિક્ત બેડ લગાવવાની પરવાનગી આપવામાં આવે.જેથી વેક્સિનેશન આ કાર્યક્રમ દરમિયાન સામાન્ય રીતે હોસ્પિટલમાં ભરતી થયેલા લોકોને કોઇ પ્રકારની તકલીફ ન પડે.

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version