ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 સપ્ટેમ્બર 2020
એક બાજુ કોરોનાનું સંક્રમણ અને બીજીબાજુ શહેરમાં અચાનક મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન ઘણા લોકો શહેરમાં પોતાનાં ઘર બંધ કરીને વતન જતા રહયાં છે. આ અંગે બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઇમાં આ લોક કરેલા મકાનો, મચ્છરોની ઉત્પત્તિ માટે સલામત આશ્રયસ્થાન બની ગયા છે. નાગરિક સંસ્થાએ દાવો કર્યો છે કે આઠ મહિના લાંબી કોમ્બિંગ ઓપરેશન દરમિયાન શહેરભરમાં હજારો મચ્છરોના ઉછેરના સ્થળો શોધી કાઢવામાં આવ્યા હતા અને નાશ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ઓગસ્ટમાં, BMC એ આઠ મહિનાના ગાળામાં શહેરમાંથી 43,607 મચ્છરોના સંવર્ધન સ્થળોનો નાશ કર્યો હતો. ડેન્ગ્યુનું કારણ બનેલા "એડીસ એજિપ્ટી" મચ્છરના લાર્વા અને '' એનોફિલ્સ સ્ટેફિની '' મચ્છરના 8,456 લાર્વા મલેરિયાનું કારણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં, બીએમસીના જંતુનાશક અધિકારીના જણાવ્યાં મુજબ મહાલક્ષ્મીના ધોબી ઘાટ પર 160 થી વધુ બંધ મકાનો પર મચ્છરની દવા છાંટીને જંતુ મુક્ત કર્યા છે. જુલાઈ અને ઑગસ્ટમાં જાણવા મળ્યું હતું કે ધોબી ઘાટની આસપાસ મેલેરિયાના કેસ વધુ ફેલાયા છે. જેનું કારણ તપાસતાં માલુમ પડ્યું કે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ઝૂંપડપટ્ટીમાં અને નાના મકાનોને તાળા મારી દેવાયા છે અને કબજેદારો તેમના વતન જવા રવાના થયા છે. આ મકાનો લોક હોવાથી મનપાને કોમ્બીંગ કામગીરીમા અવરોધે ઉભા થઇ રહયાં છે. આવા બંધ મકાનોમાં મોટી સંખ્યામાં મચ્છરોના કારણે ધોબી ઘાટ, મહાલક્ષ્મી અને શહેરના અન્ય ઘણા ભાગોમાં મેલેરિયાની ઘટનાઓ વધી છે."