News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024 : ઉત્તર મુંબઈ લોકસભા મતવિસ્તારમાં બે વખત સાંસદ રહી ચૂકેલા ગોપાલ શેટ્ટીની ( Gopal Shetty ) જગ્યાએ હવે પૂર્વ રેલવે મંત્રી પિયુષ ગોયલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગોપાલ શેટ્ટીની જગ્યાએ નવો ચહેરો મેદાનમાં ઉતારવામાં આવશે તેવી થોડા દિવસોથી ચર્ચા હતી અને એ દરમિયાન પીયૂષ ગોયલનું નામ પણ ચર્ચામાં હતું. તેથી, જ્યારથી ગોયલની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી જ ગોપાલ શેટ્ટીને વિધાનસભાની ચૂંટણીમાં ( assembly elections ) ઉતારવામાં આવશે અને મલાડમાંથી ઉમેદવારી કરવામાં આવશે તેવી હાલ સંભાવના વધી ગઈ છે. આ લોકસભા મતવિસ્તારના મલાડ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપને સતત હાર મળી રહી છે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં મલાડથી શેટ્ટીને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે અને આ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ચૂંટાઈ શકે છે.
2014ની ચૂંટણીમાં ગોપાલ શેટ્ટીએ કોંગ્રેસના સાંસદ સંજય નિરુપમને હરાવ્યા હતા…
2014ની લોકસભા ચૂંટણીમાં તત્કાલિન ધારાસભ્ય ગોપાલ શેટ્ટીને ઉત્તર મુંબઈ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જેમાં 2014ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના સાંસદ સંજય નિરુપમને હરાવ્યા હતા. તેમજ, ગોપાલ શેટ્ટી સતત બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેઓ આ ચૂંટણીમાં હેટ્રિક હાંસલ કરશે. રસપ્રદ વાત એ છે કે, 1989 અને 1999 વચ્ચે 5 વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ( BJP ) રામ નાઈક ચૂંટાયા હતા, ત્યારબાદ 2004માં કોંગ્રેસના ગોવિંદા અને 2009માં સંજય નિરુપમ ચૂંટાયા હતા. જે બાદ 2014થી આ બેઠક ભાજપ પાસે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગોપાલ શેટ્ટીને આ બેઠક પરથી ફરીથી ઉમેદવાર બનાવાની જગ્યાએ અન્ય ઉમેદવારના નામની ચર્ચા ચાલી રહી હતી. અને ગત બુધવારે પિયુષ ગોયલના ( Piyush goyal ) નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે ભાજપ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે, ગોપાલ શેટ્ટી વિરુદ્ધ વોટ મળી રહ્યા છે. તેથી વાતાવરણ તેમની વિરુદ્ધ હોવાથી ગોપાલ શેટ્ટીને હટાવવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : BMC: મુંબઈમાં મહિલા સશક્તિરણની યોજના શરુ, હવે પાલિકા દ્વારા દરેક ગૃહઉદ્યોગોને મળશે એક લાખ રુપિયા.. જાણો વિગતે.
જો કે, ગત લોકસભા ચૂંટણીમાં ગોપાલ શેટ્ટીને 7 લાખ 06 હજાર 678 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસની ઉર્મિલા માતોંડકરને 2 લાખ 41 હજાર 431 વોટ મળ્યા હતા. તેથી ગોપાલ શેટ્ટી લગભગ પાંચ લાખ મતોની સરસાઈથી જીત્યા હતા. મુંબઈમાં આ બીજેપીનો સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે. આ મતવિસ્તારમાં, બોરીવલી, દહિસર, કાંદિવલી પૂર્વ અને ચારકોપ નામના 4 મતવિસ્તારોમાં ભાજપના ધારાસભ્ય છે અને શિવસેનાના પ્રકાશ સુર્વે મગાથાણે વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય છે, તેથી 6માંથી 5 મતવિસ્તારમાં ભાજપ અને શિવસેના મજબૂત છે. તેથી મલાડ વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના અસલમ શેખ એકમાત્ર ધારાસભ્ય છે. તેથી ભાજપ પાસે આ સૌથી સુરક્ષિત મતવિસ્તાર છે. જેમાં હવે પિયુષ ગોયલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેથી આ મતવિસ્તાર પર ફરીથી ભાજપ આવશે કે નહીં તે જોવું મહત્ત્વનું રહેશે.