News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024 : મુંબઈ શહેરની વધુ એક સીટ સંદર્ભે મામલો સ્પષ્ટ થયો છે. અહીં દક્ષિણ મુંબઈની સીટ ( Mumbai South Lok Sabha constituency )પર શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મડાગાંઠ ઉકેલાઈ ગઈ છે. શિવસેના પાર્ટીએ યશવંત જાદવની ધર્મપત્ની યામિની જાધવને ટિકિટ આપી છે.
યામીની જાધવ કોણ છે?
યામીની જાધવ એક કટ્ટર શિવસૈનિક ( shiv sainik Yamini Jadhav ) છે. તે એરફોર્સમેન્ટ ડિરેક્ટરેટના લફડામાં ફસાઈ હતી ત્યારબાદ તેણે ભારતીય જનતા પાર્ટીની વોશિંગ મશીન નો સહારો લીધો અને હવે તે ચૂંટણી લડી રહી છે. યામીની જાધવ કોર્પોરેટર રહી ચૂકી છે. તેમજ મુંબઈના ભાઈખલા વિસ્તારમાં તેની સારી એવી વગ છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024 : પિયુષ ગોયલ સામે કોંગ્રેસનો મુરતીયો ફાઈનલ થયો, ભૂષણ પાટીલ લડશે ચૂંટણી.
યામીની જાદવ કોની સામે ચૂંટણી લડશે
યામીની જાધવ પોતાના એક સમયના સહકારી અને વરિષ્ઠ એવા અરવિંદ સાવંત સામે ચૂંટણી લડશે. અરવિંદ સાવન સાંસદ સભ્ય તરીકે વધુ એક વખત ઉદ્ધવ ઠાકરે સાથે રહીને ચૂંટણી લડી રહ્યા છે. આમ દક્ષિણ મુંબઈ પર શિવસેના વિરુદ્ધ શિવસેના છે.