News Continuous Bureau | Mumbai
Loksabha Election 2024 : દેશમાં રાષ્ટ્રવાદી વકીલ તરીકે ખૂંખાર આતંકવાદીઓને ફાંસી કે આજીવન કારાવાસની સજા અપાવનાર ઘેર ઘેર જાણીતા પદ્મશ્રી પુરસ્કૃત એડ ઉજ્જવલ નિકમની સરકારી વકીલ તરીકે ની ઉજ્જવળ કારકિર્દી બાદ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર થતાંની સાથે જ રાજકીય કારકિર્દી માં મતદાર સંપર્ક તેમજ પ્રચાર નો જોરદાર આરંભ કર્યો હતો.

Loksabha Election 2024 : વિલેપાર્લા પશ્ચિમ ખાતે ભવ્ય યાત્રાનું આયોજન
એડ. ઉજ્જવલ નિકમ હોવાથી કાર્યકર્તા માં અનેરો ઉત્સાહ દેખાતો હતો ત્યારે મતદારો બહોળો પ્રતિસાદે તેમાં પ્રાણ પૂર્યા હતા. ઉજ્જવળ કારકિર્દી ધરાવનાર એડ.ઉજ્જવલ નિકમ ની ઉમેદવારી જાહેર થતાં લોકોને ઉજ્જવળ ભવિષ્ય ની આશાનો સંચાર થયો છે. કમળ ની કમાલ કરવાના દ્વઢ નિશ્ચય સાથે આજે વિલેપાર્લા પશ્ચિમ ખાતે ભાજપના ઉત્તર મધ્ય લોકસભા ના ઉમેદવાર ઉજ્જવલ નિકમ માટે સ્થાનિક વિધાનસભ્ય એડ.પરાગ અડવનીના માર્ગદર્શન હેઠળ ભવ્ય યાત્રાનું આયોજન કરાયું હતું .
સૂચિત યાત્રા માં કાર્યકર્તા નો ઉત્સાહ તેમજ મતદારોનો પ્રતિસાદ આ ચૂંટણી નું પરિણામ એક તરફી થાય તો નવાઈ કહેવાય નહીં તેવું સ્થાનિક મતદારો નું માનવું હતું.આ યાત્રા વિલે પાર્લે થી આરંભ થઈ સાંતાક્રુઝ પશ્ચિમ ના મિલન સબવે ખાતે પૂર્ણ થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : બજારમાં ફૂલોના ભાવમાં આવ્યો ઉછાળો, આ છે મુખ્ય કારણ.. જાણો શું છે હાલ નવા ભાવો…
સંપર્ક યાત્રા દરમિયાન સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવક એડ.અનીશ મકવાની ના બહોળા પ્રશંસક વર્ગનો અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો.
Loksabha Election 2024 : રેલીમાં મહારાષ્ટ્ર ના તમામ મુખ્ય રાજકીય પક્ષો નો સમાવેશ
યાત્રામાં ભાજપ ના સહયોગી વિવિધ ઘટક પક્ષોમાં શિવસેના, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ, રીપલિકન પાર્ટી(આ) રાષ્ટ્રીય સમાજ પક્ષ ના તમામ કાર્યકર્તા ના સમાવેશ થતો હોવાથી વિવિધ બેનર નું સંયોજન આલ્હાદક અને ઉત્સાહ દાયક લાગતું હતું. આ રેલીમાં અંદાજે મહારાષ્ટ્ર ના તમામ મુખ્ય રાજકીય પક્ષો નો સમાવેશ થયો હોવાથી વિરોધ પક્ષ ને દીવો લઈ ને શોધવો પડશે તેવો કટાક્ષ ચિત્રેશ મુલ્લલાજી એ કર્યો હતો.
Note : આ લેખ સ્વાતિ જતિન વોરા દ્વારા લખાયેલ છે..