News Continuous Bureau | Mumbai
Loksabha Elections 2024 : રાજ્યમાં લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં મુંબઈમાં રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. એક તરફ મુંબઈમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના નેતાઓ એક બીજા પર નિશાન સાધી રહ્યા છે. બીજી તરફ મુલુંડમાં બંને જૂથના કાર્યકરો આમનેસામને આવી ગયા હતા..
મિહિર કોટેચાની ઓફિસની તોડફોડ કરવામાં આવી
ભાજપના કાર્યકરો અને મિહિર કોટેચા શિવાજી પાર્કમાં સભા ( Shivaji park jahir sabha )માં હતા ત્યારે તેમના મુલુંડ-વેસ્ટમાં બી.પી. ક્રૉસ રોડ પર વસુધા અપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર ભારતીય જનતા પાર્ટી (BJP)ની વૉરરૂમ ( Mihir Kotecha warroom ) માં મહાવિકાસ આઘાડીના મુલુંડના કાર્યકરો અહીં આવ્યા હતા. અને ઓફિસની તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા દરમિયાનગીરી કરી હતી. પોલીસ ઘટનાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. બન્ને પક્ષના કાર્યકરો આમનેસામને આવી જતાં મામલાને શાંત પાડવા માટે પોલીસે કેટલાક લોકોને તાબામાં લીધા છે.
બંને જૂથએ એકબીજા પર લગાવ્યા આરોપ
જો કે ભાજપના કાર્યકરો આક્ષેપ કરી રહ્યા છે કે આ હુમલો સંજય દિના પાટલના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સંજય દિના પાટીલના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે મિહિર કોટેચાની ઓફિસમાંથી પૈસાની વહેંચણીનું કામ ચાલી રહ્યું છે.
Videos | Shivsena (Uddhav) activists confronted BJP workers alleging that they were distributing money to entice voters in Mulund. Situation escalated & scuffle broke out. Police used force to avoid voilence. pic.twitter.com/aUF1zE09su
— MUMBAI NEWS (@Mumbaikhabar9) May 17, 2024
દેવેન્દ્ર ફડણવીસ મિહિર કોટેચાની ઓફિસે પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે ભાજપે મુંબઈ નોર્થ ઈસ્ટથી મિહિર કોટેચાને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે શિવસેના ઠાકરે જૂથ તરફથી સંજય દિના પાટીલ ઉમેદવાર છે. દરમિયાન ઓફિસમાં તોડફોડ કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ મિહિર કોટેચાની ઓફિસે પહોંચ્યા હતા.
લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી ચાર તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે પાંચમા તબક્કાના મતદાન માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. સોમવારે (20 મે)ના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. સોમવારે મુંબઈ, પાલઘર, થાણે અને કલ્યાણ બેઠકો પર મતદાન થશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)