ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈ શહેરમાં હાલ લોકો રેમડેસિવીર દવા માટે રીતસરના વલખા મારી રહ્યા છે. લોકો અનેક ફોન નંબર પર ફોન કરી રહ્યા છે પરંતુ તેમને રેમડેસિવર કે પછી ટોસિલીઝુમેબ ઇન્જેક્શન પ્રાપ્ત નથી થઈ રહ્યું. વોટ્સએપ પર અને ઇન્ટરનેટ પર જે મોબાઇલ નંબરો ફરી રહ્યા છે તે નંબરો સ્વીચ ઓફ છે અથવા કોઈ ઉચકી નથી રહ્યું. જે વ્યક્તિ કોણ ઊંચકે છે તે જવાબ આપે છે કે તેની પાસે કોઈ દવા ઉપલબ્ધ નથી.
આનું મૂળ કારણ નીચે મુજબ છે.
૧. બધી દવા સરકારે પોતાના હસ્તક કરી લીધી છે.
૨. સરકારે તમામ કંપનીઓ ને જણાવી દીધું છે કે હવે ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમજ વ્યક્તિગત લોકોને દવા આપવી નહીં
૩. જે લોકોને દવાની ગરજ હોય તેમને સરકાર દવા પૂરી પાડશે.

હવે સરકાર દવા કઈ રીતે પૂરી પાડશે? આ રહ્યો જવાબ….
૧. જે વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ થયો હોય તે વ્યક્તિને કઈ દવા ની જરૂર છે જે ઉપલબ્ધ નથી તેનું ફોર્મ હોસ્પિટલ દ્વારા સરકારને આપવાનું રહેશે.
૨. સરકારને આપવાનો અર્થ એમ થાય છે કે મુંબઈ મહાનગરપાલિકા અથવા જે તે વિસ્તારની પાલિકા કચેરી દ્વારા નોડલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે. આ nodal ઓફિસર વખતોવખત હોસ્પિટલ ની વિઝીટ કરતા હોય છે. તેમજ હોસ્પિટલોને એ વાતની જાણકારી હોય છે કે મહાનગરપાલિકા નો કયો અધિકારી તેમની હોસ્પિટલ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.
૩. મુંબઈ મહાનગર પાલિકાની વોર્ડ ઓફિસમાં એક વૉર રૂમ બનાવવામાં આવ્યો છે. આ વૉર રુમ મા જે કર્મચારીઓ બેઠેલા છે તેઓ માત્ર ઓક્સિજન તેમજ હોસ્પિટલની બેડની સુવિધા પૂરી પાડે છે. તેઓ દવા સંદર્ભે હાથ ઊંચા કરી દે છે.
૪. આ પરિસ્થિતિમાં લોકોએ વોર્ડ ઓફિસર માં મોજુદ નોડલ ઓફિસર નો સંપર્ક કરવાનો રહેશે.
૫. આ માટે એક ફોર્મ ભરવાનું છે જે ફોર્મ સરકાર દ્વારા જાહેર કરાયું છે.

૬. યાદ રહે સરકાર માત્ર અને માત્ર એ દર્દીઓને જ દવા આપશે જે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલમાં એડમિશન લઈ રહ્યા છે. અથવા જે વ્યક્તિ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલા બેડ પર સારવાર લઇ રહ્યા છે.
૭. જે લોકો સંપૂર્ણ રીતે પ્રાઇવેટ સારવાર લઇ રહ્યા છે તેમની આ સુવિધા મળવી મુશ્કેલ છે.
૮. તેમ છતાંય અમુક કિસ્સામાં પાલિકા તંત્ર દ્વારા દવા આપવામાં આવે છે. આ માટે લોકોએ મહાનગરપાલિકા મુખ્યાલય, મહાનગર પાલિકા કમિશનર, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ, મુખ્યમંત્રી કાર્યાલય અને સ્વાસ્થ્ય વિભાગ કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. આ સંપર્ક સોશિયલ મીડિયા ના આધારે થઇ શકે છે.
પર્યટન માટે અનોખો અનુક્રમ, આ દેશમાં જે ફરવા જશે તેને મફતમાં વેક્સિન મળશે.
હાલ બજારમાં જે પરિસ્થિતિ છે તે જોતા લોકોને દવા મુશ્કેલીથી મળે તેવું લાગી રહ્યું છે.
