News Continuous Bureau | Mumbai
તાજેતરમાં થાણેમાં એસી લોકલ(AC Local Train)ના દરવાજા ખુલ્યા ન હતા. હવે એસી લોકલ ટ્રેનના એક ડબ્બામાં લગેજ રેક(luggage rack) તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.
Virar ac local ..luggage stand fallen ..pls improve pic.twitter.com/Y5UAW4cZA0
— Bhavin Patel (@BhavinP82510470) September 21, 2022
પ્રાપ્ત જાણકારી મુજબ, 21 સપ્ટેમ્બર બુધવારે સાંજે 7:49 વાગ્યે એક એસી લોકલ વિરાર(Virar) માટે રવાના થઈ હતી. દરમિયાન એક કોચ(AC local train coach) માં સામાનની રેક નીચેતૂટી પડ્યો હતો. લોકલ ટ્રેનના એક મુસાફરે આ રેકનો ફોટો ટ્વીટ કરીને પશ્ચિમ રેલવે(western railway)ને ફરિયાદ કરી હતી. પશ્ચિમ રેલવેએ આ ફરિયાદની નોંધ લીધી અને આ રેકને પુનઃસ્થાપિત કર્યો છે. આ ઘટના અંગે પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું છે કે રેકનો નટ બોલ્ટ ઢીલો હોવાને કારણે લગેજ રેક તૂટી પડ્યો હતો. તેમજ આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં તમામ એસી લોકલ ટ્રેનની તપાસ કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
આ સમાચાર પણ વાંચો : માત્ર ચોમાસામાં નહીં ભર તડકામાં સૂર્યનારાયણની ફરતે સર્જાયું રંગબેરંગી મેઘધનુષ્ય- વિડીયો જોઈને લોકો અચંબામાં- તમે પણ જુઓ