News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) માટે અત્યારે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ પેદા થઇ છે. નવી મુંબઈ મહાનગરપાલિકા(Navi Mumbai Muncipal corporation)ના ૬૦થી વધુ નગરસેવકો તેમજ થાણાના ૬૦થી વધુ નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં સામેલ થઈ ગયા છે. બીજી તરફ હવે ડોમ્બીવલી(Dombivali) અને કલ્યાણ મહાનગર પાલિકા(Muncipal corporation)ના નગરસેવકો પણ પાટલી બદલવાની તૈયારી કરી રહ્યા છે. મળતી જાણકારી મુજબ ૫૦થી વધુ નગરસેવકોએ શિવસેનાનો ખેસ ઉતારી લીધો છે. તેમજ આ તમામ આવનાર દિવસોમાં વિધિવત રીતે એકનાથ શિંદે(Eknath Shinde) ની હાજરીમાં એકનાથ શિંદે પાર્ટીમાં જોડાશે. આમ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી રાજ્ય સરકાર સરકી ગયા પછી હવે અલગ અલગ મહાનગરપાલિકા(BMC) પણ સરકી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ- હવામાન વિભાગે આગામી 24 કલાક માટે જારી આ કર્યું એલર્ટ