ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧
બુધવાર
દેશનાં સૌથી પ્રાચીન મંદિરોમાંના એક, મુંબઈના મહાલક્ષ્મી મંદિરને લક્ષ્મીની કૃપા મળી નથી. કોરોનાના કારણે લૉકડાઉનમાં મહાલક્ષ્મી મંદિર એક વર્ષથી વધુ સમયથી બંધ છે. જોકેએ વચ્ચે કેટલાક મહિનાઓ માટે ખૂલ્યું હતું, પરંતુ બીજી લહેર આવ્યા પછી, એપ્રિલમાં મંદિર ફરીથી બંધ કરવામાં આવ્યું હતું. હવે મંદિરમાં આવતું ભંડોળ પણ ખૂબ ઓછું થઈ ગયું છે. લૉકડાઉનમાં મહાલક્ષ્મી મંદિરના ચઢાવામાં 98% ઘટાડો થયો છે.
મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટના મૅનેજર ભાલચંદ્ર વાલાવલકરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે લૉકડાઉન પહેલાં, જ્યાં મંદિરમાં દરરોજ ભક્તો દર્શન કરવા આવતા અને દર મહિને લગભગ લગભગ 50થી 55 લાખ રૂપિયા આવતા હતા. મંદિર બંધ થવાને કારણે આ ચઢાવો બંધ થઈ ગયો છે. હવે આશરે એક લાખ રૂપિયાનો જ ચઢાવો ઑનલાઇન વેબસાઇટ દ્વારા આવે છે. કેટલીકવાર એમાં વધુ કે ઓછું થતું હોય છે.
થાણે પાલિકા પ્રશાસનની આવી તો કેવી બેદરકારી ? 26 વર્ષનો યુવકનું ખાડા માં પડી ને થયું મૃત્યુ
વાલાવલકરે ઉમેર્યું હતું કે મંદિરમાં આવતા દાનમાં ઘટાડો થયો હોવા છતાં, અમે અમારા 50સભ્યોના સ્ટાફને સંપૂર્ણ ચુકવણી કરીએ છીએ. એમાં 15 પૂજારી છે અને દેવી માતાને ભોગ ધરાવતા ત્રણ પૂજારી છે. આ સિવાય લગભગ 32 કર્મચારી છે. હાલ મંદિરમાં કામ ન કરવાને કારણે 8થી 10 કર્મચારીઓ અને ઘણા પૂજારીઓ સમયાંતરે 15 દિવસ અહીં જ રોકાય છે. પૂજારી, સુરક્ષા, સ્ટાફ, ભોગની આરતી માટેની સામગ્રી સહિત સમગ્ર સ્ટાફની ચુકવણી માટે મહિનામાં લગભગ 20 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ ખર્ચ મંદિરની સ્થિર થાપણના વ્યાજ દ્વારા ચૂકવવામાં આવે છે. તેમણે કહ્યું કે દરરોજ સવારે અને સાંજે દેવી માતાનો અભિષેક અને આરતી થાય છે.