News Continuous Bureau | Mumbai
Maharashtra assembly election 2024: મીરા રોડમાં ભાજપના જૂના નેતાઓના ઝઘડા હવે સપાટી પર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રીના ખાસમખાસ એવા નરેન્દ્ર મહેતાને ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં પણ ભાજપે તેમને ટિકિટ આપી હતી અને તેમની વિરુદ્ધમાં ગીતા જૈન મેદાને હતા. ગીતાજીને પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારબાદ તેમણે નરેન્દ્ર મહેતાની વિરુદ્ધમાં બળવો પોકારીને અપક્ષ ચૂંટણી લડી હતી. તેમજ ચૂંટણીમાં તેઓને જીત હાંસલ થઈ હતી ત્યારબાદ તેઓ ભાજપ અને શિવસેના પાર્ટીમાં અંદર બહાર થતા રહ્યા.
આ સમાચાર પણ વાંચો : BJP Maharashtra Assembly Election : બોરીવલીનો પડદા પાછળનો ખેલ: આશિષ શેલારનો રેફરન્સ અને અમિત શાહે મત્તું માર્યું. જાણો સંજય ઉપાધ્યાય ને કઈ રીતે ટિકિટ મળી.
ગીતા જૈન અને નરેન્દ્ર મહેતા આમને સામને
હવે પાંચ વર્ષ પછી જ્યારે ફરી એકવાર ચૂંટણી વહેંચણીનો મુદ્દો સામે આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મહેતાને વધુ એક વખત ટિકિટ આપી છે. પરિણામ સ્વરૂપ ગીતા જૈન એ અપક્ષનું ફોર્મ ભરી દીધું છે. હવે આ બેની લડાઈમાં કોંગ્રેસ પાર્ટી ફાવી જાય તેવું લાગે છે. ગીતા જૈન અને નરેન્દ્ર મહેતા મહાયુતીની વોટ બેંકના બે ટુકડા કરશે અને માઈનોરીટી એક તરફી કોંગ્રેસ તરફ મતદાન કરશે પરિણામ સ્વરૂપ મુઝફ્ફર હુસેન ફરી એક વખત ચૂંટણી જીતી શકે છે.