News Continuous Bureau | Mumbai
Maharashtra assembly election 2024: મુંબઈની સાયનની વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિગત ચૂંટણીની તુલનાએ નબળી હતી. અહીં વર્તમાન ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કેપ્ટન તમિલ સેલવન છે. પરંતુ મોજુદા સમયમાં આ ચૂંટણી ભાજપ માટે અઘરી બની હતી કારણ કે લોકસભાની ચૂંટણી દરમિયાન આ વિધાનસભા સીટ પર ભાજપ આશરે 10,000 જેટલા વોટથી પાછળ ચાલી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી વધુ એક વખત આ સીટ જીતી શકે છે કે કેમ તે બહુ મોટો સવાલ હતો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra assembly election 2024: મીરા રોડને મહાયુતી ઓળખી ન શકી. ગીતા જૈન અને નરેન્દ્ર મહેતા આમને સામને. શું મુઝફ્ફર હુસૈન કોંગ્રેસથી ચૂંટણી જીતી જશે?
રવિ રાજાએ પાર્ટી બદલી નાખી
હવે ગત 24 કલાકમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક વરિષ્ઠ નેતા એટલે કે રવિ રાજાએ પાર્ટી બદલી નાખી છે. રવિ રાજા મુંબઈ મહાનગરપાલિકાના કોર્પોરેટર રહી ચૂક્યા છે તેમજ તેઓ આ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના મજબૂત દાવેદાર હતા. જોકે કોંગ્રેસ પાર્ટી એ તેમને સીટ આપી નહીં જેથી તેઓ નારાજ થઈ અને હવે ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયા છે. રવિ રાજા એક મજબૂત નેતા છે અને આશરે બે વોર્ડમાં તેઓ વગ ધરાવે છે. આ પરિસ્થિતિમાં રવિ રાજાની ભાજપમાં એન્ટ્રી થવાને કારણે કેપ્ટન તમિલ સેલવનની પરિસ્થિતિ મજબૂત થઈ ગઈ છે.