News Continuous Bureau | Mumbai
BJP Maharashtra Assembly Elections 2024: સંસ્કૃતમાં એક કહેવત છે ‘અતિ પરિચિતમ અવજ્ઞા ભવતી’ બોરીવલી વિધાનસભા ક્ષેત્ર અને ભાજપ માટે આ કહેવત લાગુ પડે છે. વાસ્તવિક હકીકત એ છે કે બોરીવલી વિધાનસભા ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવે છે. પરિણામ સ્વરૂપ ભાજપના નેતાઓ ઉત્તર મુંબઈને અને ખાસ કરીને બોરીવલીને કચરો સમજે છે. અહીં વસતા ગુજરાતીઓ અને ધનિક લોકો પાસેથી તેમને વોટ અને નોટ બંને જોઈએ છે પણ જ્યારે નેતાગીરીની વાત આવે ત્યારે ભાજપ અંગૂઠો દેખાડે છે.
વાત શરૂ થાય છે ત્રણ ચૂંટણી પહેલાથી. ભારતીય જનતા પાર્ટીએ ( BJP ) વિનોદ તાવડે જેવા કદાવર નેતાને બોરીવલીથી ટિકિટ આપી. આ સમયે લોકોને એવું લાગી રહ્યું હતું કે કોઈ મોટા નેતાની બોરીવલીમાં એન્ટ્રી થઈ જેથી બોરીવલીનો ફાયદો થશે. ફાયદો થાય કે ન થાય પાંચ વર્ષની અંદર સુનિલ રાણે નામના વ્યક્તિને ભાજપ એ બોરીવલીના ધારાસભ્ય બનાવ્યા. ત્યારે પણ દેકારો મચ્યો હતો. હવે ત્રીજી વખત સંજય ઉપાધ્યાય નામના વ્યક્તિને ટિકિટ આપી છે. આ વ્યક્તિને બોરીવલી ( Borivali ) સાથે કોઈ સંબંધ નથી. તેઓ મુંબઈ પાર્ટીના મહાસચિવ છે. તેમજ મુંબઈ ભાજપનું ( BJP Mumbai ) કામ કરે છે એટલે પુરસ્કાર સ્વરૂપે બોરીવલીના ધારાસભ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ સમાચાર પણ વાંચો : Nita Ambani Health Seva Plan: નીતા અંબાણીએ નવી આરોગ્ય સેવા યોજનાની કરી જાહેરાત, 50 હજાર મહિલાઓ માટે આ કેન્સરનું થશે નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર.
આમ ભારતીય જનતા પાર્ટીએ ( Maharashtra Assembly Elections 2024 ) બોરીવલીને એક કચરાનો ડબ્બો સમજી રાખ્યો છે