Site icon

 મુંબઈમાં કોરોનાની બીજી લહેરની શક્યતા.. કોરોનાના વધતા કેસો જોતા કડક પગલાં ભરવા જરૂરી: ઉદ્ધવ ઠાકરે 

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

28 સપ્ટેમ્બર 2020

મુંબઈમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે. તે જોતાં મહારાષ્ટ્ર સરકાર વધુ પ્રતિબંધો લાદવાના મૂળમાં છે. બીજી લહેર આવવાની શક્યતાને જોતા રાત્રે દસ વાગ્યા બાદ વાહન વ્યવહાર બંધ કરવાની વાત સરકાર કહી રહી છે. આવનારા  વાર-તહેવાર ની ઉજવણી દરમ્યાન ઓછી ભીડ કરવા જનજાગૃતિ જેવા ઉપાયો પણ સરકાર વિચારી રહી છે. આ જોતાં કહી શકાય કે આવનારા છ મહીના થોડા થોડા પ્રતિબંધો લાગુ રહેશે. આંશીક મુંબઈ બંધનું એલાનનું સારી રીતે પાલન થાય એ માટે કાયદા કાનૂનનો સહારો લેવાશે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવનારા દિવસો કડક પાબંધી ના રહેશે.. 

નોંધનીય છે કે છ મહિનાથી ઘરે બેસેલા લોકો લોકડાઉન માં છૂટછાટ મળતાં જ ધંધા-રોજગાર પર જવા બહાર નીકળી ગયા છે. પરંતુ,  તેઓના લીધે ઘરના વડીલો સુધી કોરોનાના વાયરસ પહોંચી રહયાં છે જેને કારણે ફરી કોરોનાએ ઉથલો માર્યો છે એવી ભીતિ સેવાઈ રહી છે. આથી આ અંગે પણ જનતાએ જન જાગૃતિ લાવવી પડશે અને સરકાર પણ કડક નિયમો લાગુ કરાવશે. આ દરમ્યાન દવા, મેડીકલ અને જીવન આવશ્યક ચીજવસ્તુઓને લઈ સ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકાર ખાસ દેખરેખ પણ રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે 'મારો પરિવાર મારી જવાબદારી અભિયાનને' પ્રભાવી બનાવવા નાગરિકોને મોટાપાયે આ  અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી છે.

Mumbai Crime Branch:વિક્રોલીમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો: ભાડાની રૂમમાં છુપાવેલું ₹2.03 કરોડનું ચરસ જપ્ત, બે ડ્રગ્સ પેડલરની ધરપકડ.
Cyber Fraud:બોમ્બે હાઈકોર્ટના જજ સાયબર ઠગાઈનો શિકાર: ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સના નામે ₹6 લાખની છેતરપિંડી
Gas Cylinder Theft in Kandivali:કાંદિવલીમાં તસ્કરોનો આતંક: ટેમ્પોના લોક તોડી ૨૭ ગેસ સિલિન્ડરની ચોરી, ચારકોપ પોલીસ દ્વારા તપાસ તેજ.
Massive fire in Andheri:અંધેરીમાં ભીષણ આગ: મહાકાલી કાવ્ઝ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી આગ, આકાશમાં જોવા મળ્યા ધુમાડાના કાળા ગોટા.
Exit mobile version