Site icon

મહત્વના સમાચાર- મુંબઈ મેટ્રોપોલિટનની આટલી હાઉસિંગ સોસાયટીઓને મળી રાહત-ચૂંટણી ખર્ચમાં થશે મસમોટો ઘટાડો-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) હાઉસિંગ સોસાયટીઓને(Housing societies) મોટી રાહત મળી છે. આગામી દિવસોમાં હાઉસિંગ સોસાયટીઓના ચૂંટણી ખર્ચમાં(Election expenses) ઘટાડો થવાનો છે. 

Join Our WhatsApp Community

સહકાર વિભાગે(Cooperation Department) 250 થી ઓછા સભ્યો ધરાવતી સહકારી હાઉસિંગ સોસાયટીઓને ચૂંટણી લેવા માટે 340  સરકાર માન્ય વ્યક્તિની પેનલમાંથી ઇલેક્શન ઓબ્ઝરવરની(Election Observer) નિમણૂક કરીને ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

આવી ચૂંટણીનો ખર્ચ હાઉસિંગ સોસાયટીઓ, ખાસ કરીને નાની સોસાયટીઓ પર વધારાનો બોજ ન બને તે માટે ધારાસભ્ય આશિષ શેલારે(Ashish Shelar) ગયા વર્ષે સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ નિર્ણયને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનની(Mumbai Metropolitan Region) લગભગ 50,000 સહકારી હાઉસિંગ સોસાયટીઓને ચૂંટણી ખર્ચ માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર. આજે બપોરે હાર્બર રૂટ પર આ સ્ટેશન વચ્ચે છે 2 કલાકનો ઈમરજન્સી બ્લોક…

ધારાસભ્ય(MLA) અને આશિષ શેલારે બાંદ્રા પશ્ચિમ(Bandra West) મતવિસ્તારમાં આવેલી તેમની બાંદ્રા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં 40 સભ્યો છે. ચૂંટણી માટે સરકારે મંજૂર કરેલા ઓબ્ઝરવરને 10 મિનિટ માટે 21,000 રૂપિયા આપવા પડ્યા હતા, એ બાબતે વિધાસભાને માહિતી આપી હતી.

પહેલેથી જ કોરોના(Corona) રોગચાળાનો સામનો કરી રહેલી 50,000 સહકારી હાઉસિંગ સોસાયટીઓએ ચૂંટણી ખર્ચના નામે  ચૂંટણી ઓબ્ઝરવરનો વધારાનો  ખર્ચ અને અન્યાયી ગણાય એવી મસમોટી ફીનો બોજ ઉઠાવવો પડ્યો હતો. તેથી આ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ રૂપે વિધાનસભામાં(Assembly) તેની રજૂઆત કરવામાં આવી છે. છેવટે નવી સરકારે આ અંગે નિર્ણય લઈને હાઉસિંગ સોસાયટીઓનો બોજ ઓછો કર્યો છે.

હવે 100 સભ્યો સુધી રૂ.7500, બિનહરીફ ચૂંટણી માટે  સરકાર દ્વારા 3500 રૂપિયાની ખર્ચ મર્યાદા સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. આનાથી સોસાયટીને મોટી રાહત મળી છે એવો દાવો ભાજપે કર્યો હતો.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version