ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ફેબ્રુઆરી 2021
દુનિયાના બધા લોકોને અલગ-અલગ પ્રકારના શોખ હોય છે. પરંતુ આજકાલ મહારાષ્ટ્રના એક શખ્સ અજીબ કારણને લઈને ચર્ચામાં આવ્યો છે. જનાર્દન નામના શખ્સએ તેના ડેરીના વેપારને વધારવા માટે હેલિકોપ્ટર ખરીદ્યું છે. આ હેલિકોપ્ટર ખરીદવા માટે ખેડૂતએ લગભગ 30 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જોકે આ સાંભળવામાં થોડું અજીબ છે પરંતુ આ સાચું છે.
મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ખેડૂત અને ઉદ્યમીએ તેના ડેરી વ્યવસાય માટે 30 કરોડ રૂપિયાના હેલિકોપ્ટરની ખરીદી કરી. હકીકતમાં જનાર્ધન ભોઇર એક બિલ્ડર છે અને તેણે ડેરીના વ્યવસાયમાં તાજેતરમાં પ્રવેશ કર્યો છે. જનાર્ધનને આ હેલિકોપ્ટર દેશભરમાં ફરવા અને તેના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ખરીદ્યું છે.
તેમની યાત્રા સરળ બનાવવા માટે, જનાર્દનને 30 કરોડનું હેલિકોપ્ટર ખરીદ્યું છે જેથી તે દેશના વિવિધ ભાગોમાં દૂધ વેચી શકે. જનાર્ધને કહ્યું કે, તેમણે ડેરીના વ્યવસાય માટે પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં પ્રવાસ કરવો પડ્યો હતો. આ રાજ્યોના ઘણા વિસ્તારોમાં એરપોર્ટ નથી, તેથી તેઓને ધંધા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડી. તેથી તેણે મિત્રની સલાહથી હેલિકોપ્ટર ખરીદવાનું નક્કી કર્યું. જનાર્ધને કહ્યું કે મારે મારા ધંધા માટે અવારનવાર મુસાફરી કરવી પડી, તેથી મેં હેલિકોપ્ટર ખરીદવાનું નક્કી કર્યું.
તેમણે વધુમાં કહ્યું કે મારે તેની ડેરી વ્યવસાય અને ખેતી માટે જરૂરી છે. જનાર્દન ભોઇરે પોતાના ઘરની પાસે જ હેલિકોપ્ટર માટે હેલિપેડ બનાવ્યું છે. સાથો સાથ પાઇલટ રૂમ, ટેકનિશિયન રૂમ બનાવવાની પણ તૈયારી ચાલી રહી છે. મારી પાસે 2.5 એકરની સાઇટ છે જ્યાં હું હેલિકોપ્ટર માટે રાઉન્ડ પટ્ટી અને અન્ય વસ્તુઓ બનાવીશ. 15 માર્ચે તેમને હેલિકોપ્ટરની ડિલિવરી મળવાની છે.
નોંધનીય છે કે જનાર્દન 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવે છે. ખેતી અને ડેરી ઉપરાંત, જનાર્દનનો રીઅલ એસ્ટેટનો વ્યવસાય પણ છે. ભિવંડીમાં ઘણી મોટી કંપનીઓના વેરહાઉસ છે, જેમાં મર્સિડીઝ, ફોર્ચ્યુનર, બીએમડબ્લ્યુ, રેન્જ રોવર અને અન્ય મોટી કાર કંપનીઓનો સમાવેશ છે. જનાર્દન પાસે આવા ઘણાં વેરહાઉસ છે જે તેમણે ભાડે દીધાં છે અને તેથી તેમેને ઘણી કમાણી થઇ રહી છે.
