ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 નવેમ્બર, 2021
સોમવાર
દિવાળીનો તહેવાર આવી પહોંચ્યો હોવાથી મહારાષ્ટ્ર સરકારે મુંબઈગરાંઓને મોટી રાહત આપી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રસીના બંને ડોઝ લઈ ચૂકેલા તમામ નાગરિકોને શહેરની લોકલ ટ્રેનોમાં પ્રવાસ માટેની ટિકિટ આપવાનો નિર્દેશ સરકારે રેલવે વિભાગોને આપ્યો છે.
એટલે કે નાગરિકો તમામ રૂટ પરની સ્થાનિક અને પેસેન્જર ટ્રેનોમાં અને દૈનિક ટિકિટ સહિત રેલવે દ્વારા જારી કરવામાં આવતી તમામ પ્રકારની ટિકિટ દ્વારા મુસાફરી કરી શકે છે.
આ નિર્ણય તાત્કાલિક અસરથી, ગઈ કાલથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.
જોકે ટ્રેનમાં મુસાફરી માટે કોઈપણ પ્રકારની ટિકિટો આપવા માટે સંપૂર્ણ રસીકરણ એ એકમાત્ર ફરજિયાત શરત હશે.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને ટિકિટ નહીં, પરંતુ મહિનાનો, ત્રિમાસિક તે છ-માસિક પાસ જ આપવામાં આવતો હતો.
વિદેશી નહીં સ્વદેશી બનોઃ ભારતીય બનાવટના ઉત્પાદનોની ખરીદીની આ સંસ્થાએ કરી અપીલ..જાણો વિગત..