ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
મુંબઈમાં સરકારી જમીન પરની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓને મહારાષ્ટ્ર સરકારે મોટી રાહત આપી છે, જેમાં આવી સોસાયટીઓનું સભ્યપદ રેડી રેકનર રેટના એકથી પાંચ ટકા જેટલી રકમનો દંડ ચૂકવીને કાયદેસરનું કરવાની જોગવાઈ કરી આપી છે.
સરકારના આ નિર્ણયથી મુંબઈના ચાર હજાર રહેવાસીઓને રાહત મળશે. તેમ જ 40થી 50 વર્ષ જૂના બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટના આડે રહેલી અડચણો પણ દૂર થશે.
કલેકટરની જમીન પર વિવિધ હાઉસિંસ સોસાયટીઓના ઓછામાં ઓછા ચાર હજાર સભ્યો એવા છે કે જેમના સભ્યપદને કલેકટરે માન્યતા આપી નથી. જોકે હવે નવી જોગવાઈ આ સભ્યોને મોટી રાહત આપનારી છે. હાઉસિંગ સોસાયટીના આ સભ્યોએ પૂરતી માહિતી આપ્યા વગર કલેકટરની જમીન પરની હાઉસિંગ સોસાયટીમાં ફ્લેટ ખરીદ્યા હોવાથી તેમના સભ્યપદને કલેકટરે માન્ય રાખ્યું નથી.
સારા સમાચારઃ ટિકિટ માટેની લાંબી લાઈનોથી મળશે છુટકારો, રેલવે સ્ટેશનો પર બહુ જલદી શરૂ થશે આ સેવા.. જાણો વિગત
આ સોસાયટીઓના અનેક મૂળ સભ્યોએ અન્ય લોકોને ફલેટ વેચી નાખ્યા છે. આવા કેસમાં પ્રથમ મૂળ સભ્યને માન્યતા મળી ન હોવાને કારણે અન્ય લોકોનું સભ્યપદ પણ કાયદેસરનું કરાયું નથી. ફ્લેટ ખરીદનારે ફરજિયાત આવશ્યકતાઓ પૂરી કરી ન હોવાથી તેણે રેડીરેકનરના એકથી પાંચ ટકામાંથી દંડની કેટલી રકમ ભરવી પડશે તેના નિયમો ધરાવતો એક સરકારી ઠરાવ (જીઆર) મંગળવારે બહાર પાડવામાં આવ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે કલેકટરની જમીન પરની હાઉસિંગ સોસાયટીઓના બિલ્ડિંગો 40થી 50 વર્ષ પહેલા બાંધવામાં આવ્યા હતા. પરંતુ ફ્લેટના રીસેલમાં સભ્યપદને કાયદેસર કરવા માટે કોઈ જોગવાઈ ન હોવાને કારણે બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ અટકી પડયા છે. પરંતુ નવી જોગવાઈથી સભ્યપદ ટ્રાન્સફર કરવામાં મદદ થશે અને રિડેવલપમેન્ટ આડેનો રહેલી અડચણો દૂર થશે.