ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં એક તરફ મહિલાઓ પર અત્યાચારના બનાવ વધી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના પર્યટનપ્રધાન આદિત્ય ઠાકરે મુંબઈમાં નાઇટ ટૂરિઝમની યોજનાને અમલમાં મૂકવા માગે છે. તાજેતરમાં જ તેમણે મુંબઈમાં નાઇટ ટૂરિઝમ શરૂ કરવા બાબતે સરકાર વિચારધીન હોવાનું કહ્યું હતું. મહારાષ્ટ્રના કોંકણ જિલ્લાના રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ પર્યટકો માટે માટે બેસ્ટ ડેસ્ટિનેશન ગણાય છે. સિંધુદુર્ગમાં તો 9 ઑક્ટોબરથી ચિપી ઍરપૉર્ટ પણ શરૂ થઈ રહ્યું છે. એથી આગામી સમયમાં મુંબઈ તથા કોંકણમાં જ નહીં, પણ સમગ્ર મહારાષ્ટ્રમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવાની યોજના સરકારે બનાવી હોવાનું તાજેતરમાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.
મુંબઈમાં નાઇટ ટૂરિઝમ બાબતે લાંબા સમયથી સરકાર વિચાર કરી રહી છે, ત્યારે આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મુંબઈમાં એકંદરે કોરોના નિયંત્રણમાં છે. છતાં પરિસ્થિતિ હજી નિયંત્રણમાં આવે એની રાહ જોવાઈ રહી છે. ત્યાર બાદ જ મુંબઈમાં નાઇટ ટૂરિઝમ ચાલુ કરવાનો નિર્ણય લેવાશે. નાઇટ ટૂરિઝમથી સરકારની આવક તો વધશે જ સાથોસાથ મુંબઈમાં રોજગારી પણ ત્રણ ગણી વધશે એવો દાવો તેમણે કર્યો હતો. નાઇટ ટૂરિઝમને કારણે મુંબઈમાં આવનાર પ્રવાસી ઓછામાં ઓછા પાંચથી છ દિવસ મહારાષ્ટ્રમાં રોકાય એવા પ્રયાસ પણ સરકાર કરી રહી હોવાનો દાવો તેમણે કર્યો હતો. વિદેશી પર્યટકો બાબતે મહારાષ્ટ્ર સરકારની પૉલિસી ક્લિયર છે. ભારત સરકારે મંજૂર કરેલી વેકિસનના બંને ડોઝ લેનારા પર્યટકો મુંબઈમાં આવી શકે છે.
ઉડ્ડયન વિભાગના સર્ક્યુલર સામે દહિસરમાં ભારે વિરોધ. આ મુદ્દે લોકોને વાંધો છે; જાણો વિગત
નાઇટ ટૂરિઝમ અમલમાં મૂકવાની સરકારની યોજના સામે દિવસે ને દિવસે મહિલાઓ સામે અત્યાચારના ગુના વધી રહ્યા છે ત્યારે મહિલાઓની સુરક્ષાને લઈને પણ સરકાર ગંભીર હોવાનો દાવો પણ આદિત્ય ઠાકરેએ કર્યો છે.