Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકાર પોતાની જીદ પર અડગ.. લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રસીકરણ ફરજિયાત. હાઇકોર્ટે વ્યક્ત કરી નારાજગી, પૂછ્યો આ સવાલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02, માર્ચ 2022,          

Join Our WhatsApp Channel

બુધવાર.

કોરોનાની પૃષ્ઠભૂમિમાં, મહારાષ્ટ્રની ઠાકરે સરકારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કોરોના રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત બનાવ્યું હતું. પરંતુ હવે જ્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, ત્યારે લોકોને એવી આશા હતી કે લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે રસીકરણનો નિર્ણય પાછો ખેંચવામાં આવશે. જોકે, રાજ્ય સરકારે મુંબઈ લોકલ મુસાફરી માટેના નિર્ણયને બદલવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો છે. આ સિવાય રાજ્ય સરકારે કહ્યું છે કે મોલ, થિયેટર, ટુરિઝમ અને થિયેટરોમાં સંપૂર્ણ રસીકરણ કરાયેલા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. 

રાજ્ય સરકારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટને આજે જણાવ્યું હતું કે, તેણે લોકલ ટ્રેનમાં મુસાફરી માટે ફરજિયાત રસીકરણના નિર્ણયને યથાવત રાખ્યો છે. સાથે જ સ્પષ્ટતા કરી છે કે મુંબઈની લોકલ અને અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા માટે રસીના બંને ડોઝ ફરજિયાત છે. જોકે બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારના કોરોના પ્રતિબંધો પર ભારે નારાજગી વ્યક્ત કરતા, લોકોના મૂળભૂત અધિકારોનું શું?, એવો સવાલ કર્યો છે. સાથે જ, હાઇકોર્ટે જાહેર હિતની અરજદારો, ફિરોઝ મીઠીબોરવાલા અને યોહાન ટ્રેંગા બંનેની અરજીઓને ફગાવીને, રાજ્ય સરકારના નિર્ણય અને આદેશને નવી અરજીમાં પડકારવાની મંજૂરી આપી છે. 

કેન્દ્રીય મંત્રી રાણેની મુસીબત વધી. મુંબઈ પોલીસે મોકલી નોટિસ. આ તારીખે હાજર રહેવાનો આપ્યો આદેશ; જાણો વિગતે

આમ મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી પરનો રસીકરણ પ્રતિબંધ પાછો ખેંચવા અમે તૈયાર છીએ એવી ખાતરીથી વિપરીત નિર્ણય રાજ્ય સરકારે લીધો હોવાથી હાલ લોકલ ટ્રેન બધા માટે ખુલ્લી નથી.

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version