ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈમાં કોરોનાના દર્દીઓમાં મોટો વધારો થયો છે.
મુંબઈના પાલક મંત્રી અસલમ શેખે કહ્યું છે કે જો સાવચેતી રાખવામાં નહીં આવે તો મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા 50,000 થી 1 લાખ સુધી પહોંચી જશે.
સાથે તેમણે એમ પણ કહ્યું કે હાલ રાજ્યમાં લોકડાઉન લાદવાનો કોઈ ઈરાદો નથી. કડક નિયંત્રણો દ્વારા કોરોનાને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં નવા વર્ષની ઉજવણી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.