ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
દેશમાં ફરીવાર કોરોનાવાયરસ તરખાટ મચાવી રહ્યો છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં સૌથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રની હાલત દિન-પ્રતિદીન વધુ ગંભીર બની રહી છે અને થાણેમાં તેમજ રાજ્યના અન્ય શહેરોમાં લોકલ સ્તર પર લોકડાઉન લાદવાની ફરજ પડી છે.
થાણેમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી અલગ અલગ ૧૬ વિસ્તારો માં લોકલ લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ થાણેમાં 16 જેટલા હોટસ્પોટ મળી આવ્યા છે અને દરેક વિસ્તારમાંથી નવા કેસ બહાર આવ્યા છે માટે આ હોટસ્પોટ વિસ્તાર માં લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. જે મુજબ આ વિસ્તારો ને સીલ કરવામાં આવ્યા છે અને ત્યાં રહેલી દુકાનો અને બિલ્ડીંગો માં થઈ રહેલી ગતિવીધીઓ રોકવામાં આવી છે.
હોટસ્પોટ વિસ્તારોની બહારના ભાગોમાં રહેલી તમામ પ્રવૃત્તિઓ મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી 'મિશન અગેન' ઝુંબેશ અંતર્ગત રાબેતા મુજબ ચલાવવા દેવામાં આવશે, પરંતુ હોટસ્પોટ વિસ્તારોની અંદર આજથી 31 માર્ચ સુધી લોકડાઉન અમલમાં રહેશે.
મહારાષ્ટ્ર ના વધુ એક શહેરમાં કોરોના ને કારણે કડક નિર્બંધો લદાયા. શું હવે મુંબઈનો વારો છે? જાણો વિગત