ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર.
રવિવારે રાત્રે ભિવંડીના એક મેરેજ હોલ માં મોટી આગ લાગી હતી. આ આગ એટલી મોટી હતી કે અમુક કિલોમીટર દૂર સુધી દેખાઈ રહી હતી. ભયંકર અને વિકરાળ આગ હોવાને કારણે વર અને વધૂને તેમ જ સ્ટેજ પર મોજુદ લોકોને ભારે તકલીફ થી બહાર કાઢવામાં આવ્યા. જોકે આવા સમયે જાનૈયાઓને જમણ પીરસવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે જેમને જમણ પીરસવામાં આવ્યું હતું તેઓ આગ જોયા પછી પણ પ્રેમથી ભોજન આરોગી રહ્યા હતા. તેમને કશો ફરક પડ્યો ન હતો. તેમજ જ્યાં એક તરફ ભયંકર આગ લાગી હતી ત્યાં બીજી તરફ પોતાના થાળી-વાટકા સફાચટ કરી રહ્યા હતા.
કમાલ નો વિડીયો : ભિવંડીના મેરેજ હોલ માં આગ લાગી ત્યારે વર વધૂને માંડ બચાવાયા, પરંતુ શું કરતા હતા જાનૈયાઓ? જુઓ આ વીડિયો. ચોંકી જશો.#bhiwandi #marriagehall #fireincident #wedding #groomandbride #video pic.twitter.com/Pz5wrhRAUB
— news continuous (@NewsContinuous) November 29, 2021