Site icon

Maharashtra Politics: CM શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો પ્રયોગ કરવા બદલ.. મુંબઈના ભૂતપૂર્વ મેયરની ધરપકડ.. જાણો વિગતે..

Maharashtra Politics: મુંબઈના ભૂતપૂર્વ મેયર અને ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા દત્તા દળવીની બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી….

Maharashtra Politics Former Mumbai mayor arrested for using objectionable language against CM Shinde.. know details..

Maharashtra Politics Former Mumbai mayor arrested for using objectionable language against CM Shinde.. know details..

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics: મુંબઈ ના ભૂતપૂર્વ મેયર અને ઉદ્ધવ જૂથ ( Uddhav Thackeray Group ) ના વરિષ્ઠ નેતા દત્તા દળવી ( Datta Dalvi ) ની બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ( CM Eknath Shinde ) વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ( offensive language ) ઉપયોગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે ( Mumbai Police ) માહિતી આપી છે કે સીએમ શિંદેના સમર્થકોએ નોંધાવેલી ફરિયાદના આધારે દળવીની ધરપકડ કરવામાં આવી છે. દળવી પર એક મીટિંગમાં સીએમ શિંદે પર આપતિજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.

Join Our WhatsApp Community

મુંબઈના ભૂતપૂર્વ મેયર દત્તા દલવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153 (A), 153 (B), 153 (A) (1) C, 294, 504, 505 (1) (C) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે આ મામલો..

દત્તા દળવી, હાલમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથમાં, 2005 થી 2007 સુધી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરનું પદ સંભાળ્યું હતું.તે સમયે શિવસેના-ભાજપ ગઠબંધન નાગરિક સંસ્થાનું શાસન હતું. આ પહેલા તેઓ સતત ત્રણ ટર્મ સુધી BMCમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ IPL 2024: ભૂતપૂર્વ KKR ડિરેક્ટરે હાર્દિકના MI કૉલને ‘IPL માટે ગણાવ્યો ખરાબ દાખલો’ .. હાર્દિક પંડ્યા પર IPLમાં રમવાનો પ્રતિબંધ મુકવાની ઉઠી માંગ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

ભાંડુપ પોલીસના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા પોલીસ સ્ટેશન પાસે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મીટિંગમાં દલવીએ સીએમએકનાથ શિંદેવિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.આ પછી શિંદે જૂથના લોકો દ્વારા દલવી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version