ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૩ મે 2021
સોમવાર
ઘણા લાંબા સમય પછી મુંબઈ વાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. માત્ર ૨૦ દિવસની અંદર મુંબઈ શહેરની પરિસ્થિતિ સુધરી ગઈ છે. શહેરમાં 20 દિવસ પહેલા કોરોનાનો ડબલીંગ રેટ ૩૦ દિવસ હતો. હવે તે વધીને ૧૦૩ દિવસનો થઈ ગયો છે. ગત ૨૪ કલાકમાં એટલે કે રવિવારના દિવસે 3692 નવા દર્દીઓ મળ્યા હતા. આની સામે ઠીક થનાર દર્દીઓની સંખ્યા પાંચ હજાર છે. આ ઉપરાંત મૃતકોની સંખ્યા 80 રહી છે. અત્યારે મુંબઈમાં ૫૭,૩૪૨ પોઝિટિવ એક્ટિવ દર્દીઓ છે. આ સંખ્યામાં ઘટાડો આવે તો મુંબઈ શહેર પૂર્ણ રીતે કોરોના થી મુક્ત થાય.
બીજી તરફ મુંબઈમાં કોરોના નો વિકાસ દર ૦.૬૬% છે. આ એક સારી નિશાની છે.