ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
આઠ દિવસ પહેલાં માથેરાનમાં ટ્રૅકિંગ માટે ગયેલા ૧૮ વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકનો મૃતદેહ બે ડુંગરની વચ્ચે પડ્યો હતો.
ચાંદિવલીમાં રહેતા નિશાંત ગુપ્તાને ટ્રૅકિંગનો શોખ હોવાથી 26મી સપ્ટેમ્બરના રોજ તે ઘરેથી ટ્રૅકિંગ માટે નીકળ્યો હતો. ત્યાર બાદ એનો પત્તો લાગતો ન હતો. એના કુટુંબે તેના ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી હતી. માથેરાન પોલીસે તેની શોધખોળ શરૂ કરી. સાત દિવસ મહેનત કર્યા બાદ ડ્રૉનની મદદથી શોધખોળ શરૂ થઈ, પરંતુ માથેરાનનાં ગાઢ જંગલોમાં નિશાંત મળ્યો નહિ. આખરે સહ્યાદ્રિ રેન્જ રેસ્ક્યુ ટીમની મદદ લેવામાં આવી. તેમણે પર્વતના તળીયે 36 કલાક શોધ કરી. પછી 2જી ઑક્ટોબરના રોજ માથેરાનમાં લુઇઝા પૉઇન્ટ નજીક નિશાંતનો સડી ગયેલો મૃતદેહ મળ્યો.
શાળા ચાલુ, મંદિર ચાલુ, પણ પાલિકાની મિટિંગ ઑનલાઇન; ભ્રષ્ટાચારનો કીમિયો? જાણો વિગત
સડી ગયેલા મૃતદેહની ઓળખ તેનાં માતાપિતાએ તેનાં કપડાં અને ખિસ્સામાં રહેલા ફોન પરથી કરી હતી.