Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં નવી લહેરની આશંકા! 42 દિવસ બાદ ફરી નોંધાયા સૌથી વધુ કેસ, શું રાજ્યમાં ફરી લોકડાઉન લદાશે?? નાયબ મુખ્યમંત્રીએ આપી ચીમકી.. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોના કેસમાં રેકોર્ડ ઘટાડાના 42 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર દેશનું સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ગયું છે. 3,365 નવા કોવિડ-19 દર્દીઓ સાથે મહારાષ્ટ્રએ કેરળને પણ પાછળ મૂકી દીધું છે. કેરળમાં સોમવારે 2,884 દર્દીઓ નોંધાયા હતા. જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે મહારાષ્ટ્રમાં ગત 30 નવેમ્બર બાદ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે.

 

ઉલ્લેખનીય છે કે પૂર્વ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના કેટલાક જિલ્લાઓ, ખાસ કરીને અમરાવતી અને નાગપુર અને ઉત્તર મહારાષ્ટ્રના નાસિકમાં છેલ્લા કેટલાક દિવસોમાં નવા કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે સત્તાવાળાઓને દહેશત છે કે ચેપનું નવું મોજું ફરી વળશે. 

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મરાઠાવાડા ક્ષેત્ર હેઠળના આઠ જિલ્લાઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા માટે ઓરંગાબાદ આવ્યા હતા. આ દરમિયાન પવારે કહ્યું કે રાજ્યમાં નવા કેસોની સંખ્યા ચિંતાજનક છે. જો કેસ વધવાનું ચાલુ રહેશે તો મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ અમારે કડક પગલું ભરવું પડશે. લોકો માસ્ક પહેરતા નથી. આ પરિસ્થિતિ ઘણી ગંભીર છે. એને કારણે આપણે આકરી કિંમત ચૂકવવી પડશે. 

આગળ તેમણે કહ્યું, આપણે જોયું છે કે રોગચાળાની બીજી તરંગને ધ્યાનમાં રાખીને ફરીથી વિશ્વના ઘણા ભાગોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે અકોલા જિલ્લામાં કોરોનાના કેસ વધી જતાં જિલ્લા અધિકારીએ સમગ્ર જિલ્લામાં કર્ફ્યૂ લાગુ કરવાનો આદેશ આપી દીધો છે. અનલોક કર્યા બાદ ફરી કર્ફ્યૂ લાગુ કરનાર મહારાષ્ટ્ર રાજ્યમાં આ બીજો જિલ્લો બન્યો છે. આ પહેલાં અમરાવતી જિલ્લામાં કર્ફ્યૂનો આદેશ અપાયો હતો.

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version