Site icon

રિક્ષા-ટેક્સીવાળાઓની મનમાનીનો આવશે અંત- મુંબઈગરા હવે હાથના ટીચકે આ રીતે કરી શકશે RTOને ફરિયાદ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

ઓટો રિક્ષા(Auto rickshaw), ટેક્સી(Taxi) તેમજ ખાનગી બસવાળાઓની(Private buses) દાદાગીરીનો હવે બહુ જલદી અંત આવે શક્યતા છે. રાજ્યના પરિવહન ખાતાએ(State Transport Department) આ લોકોની મનમાનીને નિયંત્રણમાં લાવવાનો નિર્ણય લીધો છે. પ્રવાસીઓ રિક્ષા-ટેક્સી ચાલકો(Rickshaw-taxi drivers) વચ્ચે સતત તકરારને ધ્યાનમાં રાખીને હવે ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે મોબાઈલ એપ(Mobile app) લોન્ચ કરવામાં આવવાની છે. આ મોબાઈલ એપમાં દાદાગીરી કરનારા ડ્રાઈવરનો ફોટો અને તેના વાહનનો નંબર(Vehicle number) પ્રવાસીઓ(passengers) મોકલી શકશે.

Join Our WhatsApp Community

ઘણી વખત રિક્ષા, ટેક્સીના ચાલકો નજીકના ભાડા માટે પ્રવાસીને ઇનકાર કરે છે. સીટ પર વધારાના પ્રવાસીને બેસાડે છે.  બેફામ વર્તન કરે છે, તેને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. જોકે હવેથી આવા મનમાની કરનારા ચાલકો સામે મુસાફરો પોતાની ફરિયાદ મોબાઈલ એપથી નોંધાવી શકશે. પ્રવાસીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર આરટીઓની ઓફિસ(RTO Office) દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : સામાન્ય જનતાને મોંઘવારી નો વધુ એક માર -સરકારી ઓઇલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કર્યો તોતિંગ વધારો-જાણો કેટલા રૂપિયા મોંઘુ થયું સિલિન્ડર

આ મોબાઈલ એપની સુવિધા 2017માં સેવામાં હતી. પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર(Technical reasons) આ સેવા 2020માં બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર મોબાઈલ એપ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં નવી એપ લોન્ચ કરવામાં આવશે એવું પરિવહન ખાતાના અધિકારીઓનું કહેવું છે.
 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version