ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈ મહાનગરપાલિકા સહિત અન્ય પાલિકાઓની ચૂંટણી આગામી વર્ષે યોજાઈ રહી છે. લાંબા સમયથી કૉન્ગ્રેસ અને શિવસેના આ ચૂંટણીઓ સાથે લડવાને બદલે અલગ-અલગ લડશે એવા બંને પક્ષના નેતાઓ દાવા કરી રહ્યા છે. સત્તાવાર રીતે હજી સુધી પક્ષ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એવા સમયે મહાવિકાસ આઘાડીના મહાસૂલ પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબે મહત્ત્વનું વિધાન કર્યુ છે કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે મહાવિકાસ આઘાડી સરકારના પક્ષો એકત્ર થઈને ચૂંટણી લડશે.
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં, પણ હજી આટલા લોકો હોમ ક્વોર્ન્ટાઇન; જાણો વિગત
તાજેતરમાં તેઓએ થાણેમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપની કામ કરવાની પદ્ધતિ દેશના અને જનતાના હિતમાં ન હોવાની ટીકા કરી હતી. એથી રાજ્યમાં સમાન કાર્યક્રમ પર સ્થાપવામાં આવેલી મહાવિકાસ આઘાડી સરકાર સાથે લડીને ભાજપને મહાનગરપાલિકાની ચૂંટણીથી દૂર રાખી શકશે એવું કહ્યું હતું. એટલું જ નહીં, પણ તેમણે મહાવિકાસ આઘાડીના તમામ પક્ષોને સબૂરી એટલે કે ધીરજ રાખવાની સલાહ પણ આપી હતી. આ વખતે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા ED જેવી કેન્દ્રીય સત્તાના દુરુપયોગ કરવાને મુદ્દે પણ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.