Site icon News Continuous Bureau | Mumbai

Railway Tender Fraud Case। રેલવેના નકલી ટેન્ડરના નામે 79 લાખની છેતરપિંડી મુખ્ય સૂત્રધાર ગાઝિયાબાદથી ઝડપાયો, મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી

Railway Tender Fraud Case।ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકરને રેલવે કોન્ટ્રાક્ટ અને જમીન અપાવવાની લાલચ આપી ઠગાઈ; ચારકોપ પોલીસે 9 મહિનાથી ફરાર આરોપીને દબોચ્યો.

Railway Tender Fraud Case। રેલવેના નકલી ટેન્ડરના નામે 79 લાખની છેતરપિંડી મુખ્ય સૂત્રધાર ગાઝિયાબાદથી ઝડપાયો, મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી

Railway Tender Fraud Case। રેલવેના નકલી ટેન્ડરના નામે 79 લાખની છેતરપિંડી મુખ્ય સૂત્રધાર ગાઝિયાબાદથી ઝડપાયો, મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Railway Tender Fraud Case। રેલવેના મોટા ટેન્ડરો (Tenders) અને સરકારી જમીનોના સોદા અપાવવાના બહાને 79 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીને મુંબઈ પોલીસે ગાઝિયાબાદથી ઝડપી પાડ્યો છે. ચારકોપ પોલીસ સ્ટેશનની ટીમે છેલ્લા 9 મહિનાથી ફરાર એવા આ આરોપીની ધરપકડ કરી છે. આ ટોળકીએ સરકારી ટેન્ડરોના નામે અનેક લોકોને છેતર્યા હોવાની શંકા સેવાઈ રહી છે.

કેવી રીતે રચાયું છેતરપિંડીનું જાળ?

ઘાટકોપરમાં રહેતા અને ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર તરીકે કામ કરતા ફરિયાદી આ ટોળકીના શિકાર બન્યા હતા. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે દાવો કર્યો હતો કે તેમની દિલ્હીના ઉચ્ચ અધિકારીઓ અને વગદાર નેતાઓ સાથે મજબૂત ઓળખાણ છે. તેમણે ‘રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી’ (RLDA) હેઠળ મુંબઈની પ્રાઇમ જમીન 99 વર્ષના લીઝ પર અપાવવાની લાલચ આપી હતી. આ ઉપરાંત રેલવેમાં બેડશીટ અને ધાબળા સપ્લાય કરવાના મોટા કોન્ટ્રાક્ટ્સ અપાવવાનું વચન પણ આપ્યું હતું.

નકલી દસ્તાવેજો આપી ₹95 લાખ પડાવ્યા

ફરિયાદી અને તેમના ભાગીદારોએ વેન્ડર રજિસ્ટ્રેશન અને અન્ય ખર્ચ પેટે કુલ 95.5 લાખ આરોપીઓને ચૂકવ્યા હતા. પૈસા લીધા બાદ આરોપીઓએ રેલવે ટેન્ડર ઓર્ડરની નકલી રિસીપ્ટ પધરાવી દીધી હતી. જ્યારે ફરિયાદીએ આ દસ્તાવેજોની રેલવે વિભાગમાં ખરાઈ કરી, ત્યારે માલૂમ પડ્યું કે તે સદંતર નકલી હતા. ફરિયાદીએ દબાણ કરતા આરોપીઓએ 16 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના 79.5 લાખ ઓળવી ગયા હતા.

પોલીસની ગાઝિયાબાદમાં કાર્યવાહી

આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચારકોપ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ના આધારે મુખ્ય આરોપીનું લોકેશન ગાઝિયાબાદમાં ટ્રેસ કર્યું હતું. પોલીસે ત્યાં દરોડો પાડીને આરોપીને ઝડપી લીધો છે. પોલીસ પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી છે અને આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ પણ સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ સરકારી ટેન્ડરના નામે અન્ય કેટલા વેપારીઓને ચૂનો લગાવ્યો છે.

👉 આ સમાચાર વાચો:
Govandi Crime।ગોવંડીમાં અસામાજિક તત્વોનો આતંક જાહેર બસ રોકીને રસ્તો બંધ કર્યો, કાયદાના શાસન સામે સવાલો

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version