News Continuous Bureau | Mumbai
Mumbai: ઘાટકોપરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઘાટકોપરમાં ચૂંટણી પંચે ( Election Commission ) મોટી કાર્યવાહી કરી હતી. ઘાટકોપરના નિલયોગ મોલ પાસે લાખો રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પંતનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ચૂંટણી પંચના અધિકારીઓને સુત્રો દ્વારા માહિતી મળી હતી કે આ પૈસા ચૂંટણી ( election ) દરમિયાન વાપરવાના છે. શનિવારે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના ( Lok sabha election ) શેડયુલની જાહેરાત કરી હતી. જે બાદ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. આ પૃષ્ઠભૂમિમાં ચૂંટણી પંચને આ માહિતી મળતા ચકચાર જાગી હતી. જે બાદ મળતી માહિતીના આદારે ચૂંટણી પંચે આ કામગીરી કરી હતી. આચારસંહિતા ( Code of Conduct ) લાગુ થતાં જ મુંબઈમાં ચૂંટણી પંચ દ્વારા આ પહેલી મોટી કાર્યવાહી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai: થાણે પોલીસે દોઢ મહિનાથી દેખરેખ બાદ, વારાણસીમાં ડ્રગ ફેક્ટરી પર દરોડો, 2.64 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત અને બેની ધરપકડ..
આ રોકડ લગભગ 70 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે…
આ કાર્યવાહીમાં ચૂંટણી પંચના અધિકારીઓ અને પંતનગર પોલીસ ઘટનાસ્થળે ( Ghatkopar ) પહોંચી ગયા હતા અને રોકડ રુપિયા જપ્ત કર્યા હતા. આ રોકડ લગભગ 70 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.