મુંબઈના ગોરેગાંવ ફિલ્મસિટીમાં એક ટીવી સિરિયલના સેટ પર આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર સર્વિસને સાંજે 4.30 વાગ્યે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ના સેટ પર આગ લાગવા અંગેનો ફોન આવ્યો હતો. કેટલાક કલાકારોને આગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ કેટલાક કલાકારો આગની લપેટમાં આવી જાય તેવી દહેશત છે. હજી સુધી કોઈ ઈજાના અહેવાલ નથી.
A massive fire broke out in Goregaon Film City in Mumbai. pic.twitter.com/M5fXp46Qcj
Join Our WhatsApp Community — ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) March 10, 2023
ગોરેગાંવ ફિલ્મસિટીમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોનું શૂટિંગ ચાલી રહ્યું છે. દરમિયાન અહીં વપરાયેલા ગેસ સિલિન્ડરને કારણે ટીવી સિરિયલના લાકડાના સેટમાં આગ લાગી હતી. આગમાં આખો સેટ બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાની માહિતી મળતાં જ મુંબઈ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીથી બિહાર સુધી લાલુ યાદવના 15 ઠેકાણાઓ પર EDના દરોડા, તેજસ્વી-મીસા અને સંબંધીઓ પણ રડાર પર
જણાવી દઈએ કે આ શોમાં નીલ ભટ્ટ, ઐશ્વર્યા શર્મા ભટ્ટ અને આયેશા સિંહ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.