Site icon

Mumbai LPG : મુંબઈમાં LPG સિલિન્ડરના મોટા રેકેટનો પર્દાફાશ: 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ગેસ માફિયાઓમાં ફફડાટ!

Mumbai LPG : ડોંગરી વિસ્તારમાં રાશનિંગ વિભાગના દરોડા; 451 ગેસ સિલિન્ડર અને 8 વાહનો કબજે કરાયા, પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે સંગ્રહખોરો પર ત્રાટકી ટીમ.

Major LPG Racket Busted in Mumbai: Goods worth Rupees 40 lakh seized amid regional gas crisis.

Major LPG Racket Busted in Mumbai: Goods worth Rupees 40 lakh seized amid regional gas crisis.

News Continuous Bureau | Mumbai

Mumbai LPG :પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશભરમાં એલપીજી (LPG) સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે. આ તકનો લાભ લઈ કાળાબજાર અને સંગ્રહખોરી કરનારા તત્વો વિરુદ્ધ મુંબઈમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈના ડોંગરી વિસ્તારમાં રાશનિંગ વિભાગે દરોડા પાડીને ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના સંગ્રહ અને પરિવહનના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.રાશનિંગ કંટ્રોલર અને નાગરિક પુરવઠા નિયામક ચંદ્રકાંત ડાંગેને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે ડોંગરીના વાડી બંદર બ્રિજ પાસે વોચ ગોઠવીને ૮ શંકાસ્પદ વાહનોને અટકાવ્યા હતા.

Join Our WhatsApp Community

₹40.61 લાખનો મુદ્દામાલ જપ્ત

તપાસ દરમિયાન આ વાહનોમાંથી કુલ 451 એલપીજી સિલિન્ડર મળી આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા સિલિન્ડર અને ૮ વાહનોની કુલ કિંમત આશરે ₹40.61 લાખ થાય છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સિલિન્ડરોને કોઈ પણ માન્ય દસ્તાવેજો વગર લઈ જવામાં આવી રહ્યા હતા, જેનો હેતુ કાળાબજાર કે ગેરકાયદેસર સપ્લાય કરવાનો હતો.

મુંબઈ પોલીસે નોંધ્યો ગુનો

આ સમાચાર પણ વાંચો : Gold Price Today: સોનાના ભાવમાં ફરી તેજી, મુંબઈ અને દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.52 લાખને પાર, જુઓ લેટેસ્ટ રેટ

આ મામલે મુંબઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગેસની અછતનો ફાયદો ઉઠાવીને સામાન્ય જનતાને ઉંચા ભાવે સિલિન્ડર વેચવાનું આ મોટું કૌભાંડ હોવાની આશંકા છે. કેન્દ્ર સરકારે પણ અગાઉ તેલ રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા અને સંગ્રહખોરી અટકાવવા કડક સૂચનાઓ આપી હતી, જેના ભાગરૂપે આ કાર્યવાહી જોવામાં આવી રહી છે.

ઘરેલું ઉત્પાદન વધારવા પર ભાર

ભારત તેની એલપીજી જરૂરિયાતના ૬૦ ટકા આયાત કરે છે, જેમાંથી મોટો હિસ્સો હોર્મુઝ જળમાર્ગ મારફતે આવે છે. વર્તમાન સ્થિતિને જોતા સરકારે ઘરેલું ઉત્પાદનમાં ૨૫ ટકાનો વધારો કર્યો છે. ગ્રાહકોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ સિલિન્ડર બુક કરવામાં ઉતાવળ કે ગભરાટ ન કરે, કારણ કે પુરવઠો જાળવી રાખવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version