News Continuous Bureau | Mumbai
Malabar Hill reservoir: દક્ષિણ મુંબઇનાં પ્રાકૃતિક સૌંદર્યની શાન ગણાતા હેંગિંગ ગાર્ડન વિસ્તારમાં આવેલા મલબાર હિલ જળાશયની જગ્યા ખસેડીને તેને નવું બનાવવાના પ્રસ્તાવને નકારીને હાલમાં જે જળાશય છે તેને સમારકામ કરીને ફરી ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરવામાં આવશે એવી જાહેરાત સ્થાનિક વિધાનસભ્ય અને મહારાષ્ટ્ર સરકારનાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કરી હતી. પત્રકારોને માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ભૂષણ ગગરાણીને એક પત્રમાં મલબાર હિલ ખાતે નવા જળાશયના ર્નિર્માણ માટે પસંદ કરાયેલ ટેન્ડરને રદ કરવા માટે કહેવામાં આવ્યું છે.
તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મુંબઈ શહેરમાં બાકી રહેલી ખુલ્લી જગ્યાઓમાં હેંગિંગ ગાર્ડન સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંથી એક છે. આપણે આ સ્થળનો ઉપયોગ કરનારા નાગરિકો અને સ્થળની પ્રાકૃતિક સુંદરતાનો આદર કરવો જોઈએ. અહીં વૃક્ષોનું નિકંદન કર્યા વિના જળાશયનું સમારકામ કરી શકાય છે. તો પછી નવું બનાવવાની આવશ્યકતા નથી. આમ હવે મહાનગર પાલિકા મુંબઈવાસીઓની માંગને સમર્થન આપે છે. આ પ્રક્રિયા આગામી થોડા દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે.
Malabar Hill reservoir: રાજ્યનાં કૌશલ્ય વિકાસ વિભાગની આગામી ત્રણ મહિનાની રૂપરેખા જાહેર
આ પત્રકાર પરિષદમાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કૌશલ્ય, સાહસિકતા રોજગાર અને નવીનતા વિભાગની આગામી ત્રણ મહિનાની રૂપરેખા જાહેર કરી હતી.
૧. રાજ્યના દરેક તાલુકામાં ૧૦ જૂન ૨૨૦૪ થી છત્રપતિ શાહુ મહારાજ કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ૧૦ જૂને પૂણેના પંડિત ભીમસેન જોશી કલા મંદિરમાં થશે.
૨. મુંબઈમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં દેશના તમામ સ્ટાર્ટઅપ્સની બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Onion in Mumbai : મુંબઈમાં ફરી ગરીબોની કસ્તુરી થઈ મોંઘી, એક અઠવાડિયામાં ભાવ થયા ડબલ; જાણો લેટેસ્ટ ભાવ..
૩. રાજ્યમાં ૧૫૦ સ્થળોએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય રોજગાર મેળાનું આયોજન કરવાનો કાર્યક્રમ ૮ જુલાઈ, ૨૦૨૪ થી શરૂ થશે. આ મેળાવડા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થશે.
૪. રાજ્યના દરેક મહેસૂલ વિભાગમાં એક આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રબોધિની સ્થાપવામાં આવી રહી છે. જેના દ્વારા રાજ્યના યુવાનોને વિદેશમાં નોકરી મેળવવાની તકો મળશે.
૫. સ્વચ્છ ભારત એકેડમી ભારતના પાંચ મહેસૂલ વિભાગોમાં સ્થાપવામાં આવશે.
૬. રાજ્યની ૧૦૦૦ કોલેજોમાં આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી રહી છે.
૭. રાજ્યના ૧૦૦૦ ગ્રામ પંચાયત વિસ્તારોમાં પ્રમોદ મહાજન ગ્રામીણ વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.
૮. બૃહમુંબઈ મ્યુનિસિપલ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ ક્રિડા મહાકુંભનું આયોજન કરવામાં આવશે.