Site icon

મુંબઈનો આ મહત્વપૂર્ણ રોડ અઢી વર્ષ પછી આખરે ફરીથી ખુલ્લો કરવામાં આવશે, લોકોને ટ્રાફિક જામથી મળશે છુટકારો.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી વેલરાસુએ જણાવ્યું હતું કે BG ખેર રોડ એક અઠવાડિયામાં ટ્રાફિક માટે ખોલવામાં આવશે

Malabar Hill road will be open once again

મુંબઈનો આ મહત્વપૂર્ણ રોડ અઢી વર્ષ પછી આખરે ફરીથી ખુલ્લો કરવામાં આવશે, લોકોને ટ્રાફિક જામથી મળશે છુટકારો.

News Continuous Bureau | Mumbai

અઢી વર્ષથી વધુ સમય બાદ બી.જી.ખેર રોડ એક સપ્તાહમાં ફરી ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવશે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ મલબાર હિલમાં ભૂસ્ખલન થયા પછી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીઓને આશા છે કે રસ્તો ખુલ્યા ( open ) પછી મલબાર હિલમાં ( Malabar Hill road ) ટ્રાફિકની ભીડ ઓછી થઈ જશે.

Join Our WhatsApp Community

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી વેલરાસુએ જણાવ્યું હતું કે BG ખેર રોડ એક અઠવાડિયામાં ટ્રાફિક માટે ખોલવામાં આવશે. રસ્તાના સમારકામમાં આટલો લાંબો સમય કેમ લાગ્યો તેનું કારણ સમજાવતા, BMC અધિકારીએ જણાવ્યું કે રસ્તાની નીચેની મુખ્ય પાણીની પાઈપલાઈન બદલવામાં આવી હતી, અને સ્ટોર્મ વોટર ડ્રેઇન જેવી અન્ય ઉપયોગિતાઓને પણ બદલવામાં આવી હતી.

“ટેકનિકલ સલાહકાર સમિતિએ બે ચોમાસાની રાહ જોવાનું સૂચન કર્યું હતું. અમે ત્રણ ચોમાસાની રાહ જોઈ. 2020 પછી કોઈ ભૂસ્ખલન ન થયું હોવાથી, અમે આ રોડને ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટમાં રિપેર કરવાનું નક્કી કર્યું,” અધિકારીએ જણાવ્યું હતું. 1 કિમીથી વધુના વિસ્તાર માટે સમારકામનો ખર્ચ આશરે 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો:  શેરબજારના સમાચાર: શેરબજારમાં નફારૂપી વેચવાની નીકળી; સેન્સેક્સ 60 હજાર પોઈન્ટની નીચે ગયો

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version