News Continuous Bureau | Mumbai
Malad Accident : મુંબઈમાં હિટ એન્ડ રનના મામલા અટકવાના નામ લઇ રહ્યા નથી. વરલી, ગોરેગાંવ બાદ હવે મલાડમાં પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં એક કારે એક મહિલાને જોરથી ટક્કર મારી અને તેને દૂર સુધી ખેંચી ગઈ.
Malad Accident : એક હાઇસ્પીડ ફોર્ડ કારે મહિલાને જોરથી ટક્કર મારી
પ્રાપ્ત માહિતી અનુસાર, 26 વર્ષીય મહિલા મહેંદીના ક્લાસમાં હાજરી આપીને મલાડ વિસ્તારમાંથી ઘર તરફ જઈ રહી હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલી એક હાઇસ્પીડ ફોર્ડ કારે તેને જોરથી ટક્કર મારી હતી અને તેને ખેંચીને લઇ ગઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાને ઘણી ઈજા થઈ હતી. સ્થાનિક લોકોની મદદથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.
Malad Accident : આરોપીની ઓફિસ અંધેરીમાં
અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીની ઓફિસ અંધેરીમાં છે અને તે ઘટનાના દિવસે રજા પર હતો. તેમણે કહ્યું કે આરોપી દારૂના નશામાં વાહન ચલાવતો હતો કે કેમ તે જાણવા માટે પોલીસે લોહીના નમૂના લીધા છે.
આ સમાચાર પણ વાંચો : Share market down : મંદીનો માહોલ… શેર માર્કેટ ખુલતા જ ગબડી પડ્યા સેન્સેક્સ નિફ્ટી, જાણો કયા-કયા શેરોને નુકસાન…
Mumbai: In Malad, a 27-year-old woman named Shahana Kazi died after being struck by a speeding Ford car while returning home from a mehndi class. Local residents rushed her to the hospital, but she succumbed to her injuries. Following the accident, an enraged crowd assaulted the… pic.twitter.com/7khoLLnNUU
— IANS (@ians_india) September 4, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)