News Continuous Bureau | Mumbai
Malad Ice Cream Finger Case : મુંબઈમાં એક ડોક્ટરને ઓનલાઈન મંગાવેલ આઈસ્ક્રીમમાં કપાયેલી આંગળી મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. તાજેતરમાં ડીએનએ રિપોર્ટમાં ( DNA report ) એવુ સ્પષ્ટ થયું હતું કે, આ કપાયેલી આંગળી પુણેના ફોર્ચ્યુન આઈસ્ક્રીમ કામ કરતા એક કર્મચારી અને કંપનીના આસીસ્ટન્ટ ઓપરેટર મેનેજરની જ હતી તેવો ખુલાસો થયો છે.
11 મે, 2024ના રોજ આઈસ્ક્રીમના પેકીંગ ( ice cream packaging ) દરમિયાન ઓમકાર પોટે ( Company Employee ) (ઉ.વ. 24) ના જમણા હાથની વચ્ચેની આંગળીનો નાનો ભાગ કપાઈ ગયો હતો. બેદકારીથી સ્પોટ મોનિટરિંગ વગર આઈસ્ક્રીમમાં ( ice cream ) કોનમાં પેક થઈ ગઈ હતી. આકસ્ક્રીમ પર મેન્યુફેક્ચરીંગ તારીખ પણ આ દિવસની જ હતી.
Malad Ice Cream Finger Case: પોલીસે પાંચ ટીમો બનાવી આ મામલે તપાસ શરૂ કરી હતી..
ઉલ્લેખનીય છે કે, 12 જૂનના રોજ, મલાડના રહેવાસી 26 વર્ષીય ડૉ. બ્રેન્ડન ફેરાઓએ ઓનલાઈન મંગાવેલ આઈસ્ક્રીમમાં આ આંગળી મળી આવી હતી. આ બાદ ડોક્ટરે પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદના આધારે પોલીસે 13 જૂનના રોજ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમ હેઠળ યુમ્મો આઈસ્ક્રીમ ( Fortune Ice Cream ) સાથે સંબંધિત અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Weather Update : વિકેન્ડમાં બહાર જવાનો પ્લાન છે? તો વાંચો આ સમાચાર; મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ! જાણો હવામાન વિભાગની આગાહી
ત્યારબાદ, પોલીસે પાંચ ટીમો બનાવી આ મામલે તપાસ શરૂ કરી હતી.જેમાંથી એક ટીમ ઈન્દાપુર ફેક્ટરીમાં પહોંચી હતી. જ્યાં આ આઈસ્ક્રીમ ( Yummo Ice Cream ) બનાવવામાં આવતો હતો. પોલીસને અહીં જાણવા મળ્યું હતું કે ઈન્દાપુરની નેચરલ ડેરી કંપનીમાં ડ્રાયફ્રુટ ફીડર મશીનમાં 24 વર્ષીય કામદારની આંગળી કપાઈ ગઈ હતી. આ બાદ પોલીસે તેના ડીએનએ સેમ્પલ અને અંગુઠાને મેડિકલ તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. કારણ કે પોલીસ જાણવા માંગતી હતી કે શું આ કામદારને કોઈ ગંભીર બીમારી તો નથી ને. જો કે હવે રિપોર્ટમાં ખુલાસો થઈ ગયો છે આ આંગળી ઓમકારની જ છે અને તેને કોઈ ગંભીર બીમારી નથી.