Site icon

Malad Ice Cream Finger Case: મલાડમાં આઈસ્ક્રીમમાં મળેલ માનવ અંગુઠનો કેસ હવે ઉકેલાઈ ગયો, ડીએનએ રિપોર્ટમાં મોટો ખુલાસો

Malad Ice Cream Finger Case: પૂણેની ફેક્ટરીમાં બનતા આઈસ્ક્રીમમાં આંગળી મળી આવી હોવાના મામલામાં હવે ડીએનએ રિપોર્ટ આવી ગયો છે. આ કેસમાં સંપુર્ણ ખુલાસો થઈ ગયો છે. પોલીસે આ કેસ ઉકેલી લીધો છે. તો જાણો શું છે આ મામલો..

Malad Ice Cream Finger Case Mystery of human finger found in ice cream in Malad solved, DNA report revealed this..

Malad Ice Cream Finger Case Mystery of human finger found in ice cream in Malad solved, DNA report revealed this..

News Continuous Bureau | Mumbai

Malad Ice Cream Finger Case : મુંબઈમાં એક ડોક્ટરને ઓનલાઈન મંગાવેલ આઈસ્ક્રીમમાં કપાયેલી આંગળી મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. તાજેતરમાં ડીએનએ રિપોર્ટમાં ( DNA report ) એવુ સ્પષ્ટ થયું હતું કે, આ કપાયેલી આંગળી પુણેના ફોર્ચ્યુન આઈસ્ક્રીમ કામ કરતા એક કર્મચારી અને કંપનીના આસીસ્ટન્ટ ઓપરેટર મેનેજરની જ હતી તેવો ખુલાસો થયો છે. 

Join Our WhatsApp Community

11 મે, 2024ના રોજ આઈસ્ક્રીમના પેકીંગ ( ice cream packaging ) દરમિયાન ઓમકાર પોટે ( Company Employee )  (ઉ.વ. 24) ના જમણા હાથની વચ્ચેની આંગળીનો નાનો ભાગ કપાઈ ગયો હતો. બેદકારીથી સ્પોટ મોનિટરિંગ વગર આઈસ્ક્રીમમાં  ( ice cream ) કોનમાં પેક થઈ ગઈ હતી. આકસ્ક્રીમ પર મેન્યુફેક્ચરીંગ તારીખ પણ આ દિવસની જ હતી. 

Malad Ice Cream Finger Case:  પોલીસે પાંચ ટીમો બનાવી આ મામલે તપાસ શરૂ કરી હતી..

ઉલ્લેખનીય છે કે, 12 જૂનના રોજ, મલાડના રહેવાસી 26 વર્ષીય ડૉ. બ્રેન્ડન ફેરાઓએ ઓનલાઈન મંગાવેલ આઈસ્ક્રીમમાં આ આંગળી મળી આવી હતી. આ બાદ ડોક્ટરે પોલીસનો સંપર્ક કર્યો અને  ફરિયાદના આધારે  પોલીસે 13 જૂનના રોજ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમ હેઠળ યુમ્મો આઈસ્ક્રીમ ( Fortune Ice Cream ) સાથે સંબંધિત અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  Weather Update : વિકેન્ડમાં બહાર જવાનો પ્લાન છે? તો વાંચો આ સમાચાર; મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ! જાણો હવામાન વિભાગની આગાહી

ત્યારબાદ, પોલીસે પાંચ ટીમો બનાવી આ મામલે તપાસ શરૂ કરી હતી.જેમાંથી એક ટીમ ઈન્દાપુર ફેક્ટરીમાં પહોંચી હતી.  જ્યાં આ આઈસ્ક્રીમ ( Yummo Ice Cream ) બનાવવામાં આવતો હતો. પોલીસને અહીં જાણવા મળ્યું  હતું કે ઈન્દાપુરની નેચરલ ડેરી કંપનીમાં ડ્રાયફ્રુટ ફીડર મશીનમાં 24 વર્ષીય કામદારની આંગળી કપાઈ ગઈ હતી. આ બાદ પોલીસે તેના ડીએનએ સેમ્પલ અને અંગુઠાને મેડિકલ તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.  કારણ કે પોલીસ જાણવા માંગતી હતી કે શું આ કામદારને કોઈ ગંભીર બીમારી તો નથી ને. જો કે હવે રિપોર્ટમાં ખુલાસો થઈ ગયો છે આ આંગળી ઓમકારની જ છે અને તેને કોઈ ગંભીર બીમારી નથી. 

 

Savor Studio: કર્ણ માર્કેટિંગ વોરફેર એલએલપી દ્વારા તુર્ભેમાં ‘સવોર સ્ટુડિયો’નું ભવ્ય ઉદઘાટન
Parle-G Factory Mumbai: મુંબઈની હવામાંથી હવે નહીં આવે પાર્લે-જીની સુગંધ! 87 વર્ષ જૂની ઐતિહાસિક ફેક્ટરી થશે જમીનદોસ્ત; જાણો ₹3,961 કરોડનો નવો આલીશાન પ્લાન.
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
Pakistan US Relations: અમેરિકા સાથે દોસ્તી અને જનતા સાથે દુશ્મની! ટ્રમ્પને ખુશ કરવાના ચક્કરમાં પાકિસ્તાન સળગ્યું; જાણો શું છે આ ‘બોર્ડ ઓફ પીસ’ વિવાદ.
Exit mobile version