Site icon News Continuous Bureau | Mumbai

Malad Crime: મલાડમાં પરિચિતોની હેવાનીયત મહિલાને નશીલો પદાર્થ આપી આચર્યું દુષ્કર્મ; અશ્લીલ વીડિયો બનાવી ₹૫ લાખ પડાવ્યા બાદ સોશિયલ મીડિયા પર કર્યા વાયરલ.

કુરાર પોલીસે ૩ આરોપીઓ વિરુદ્ધ નોંધ્યો ગુનો; ખંડણીખોરોએ મહિલાને બ્લેકમેલ કરી લાખોની રકમ વસૂલી, ધરપકડના ડરથી આરોપીઓ ફરાર.

Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો

Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો

News Continuous Bureau | Mumbai
Malad Crime મુંબઈના ઉપનગરીય વિસ્તાર મલાડમાં ત્રણ શખ્સોએ વિશ્વાસઘાત અને અત્યાચારની તમામ હદો વટાવી દીધી છે. માછલીના વ્યવસાય સાથે જોડાયેલી પીડિતાના ઘરે અવારનવાર આવતા ત્રણ પરિચિતોએ તેને ખાવા-પીવાની વસ્તુમાં નશીલો પદાર્થ આપી બેભાન કરી હતી. મહિલા જ્યારે અર્ધબેભાન અવસ્થામાં હતી ત્યારે આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ ઘૃણાસ્પદ કૃત્યનો મોબાઈલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો.આરોપીઓએ માત્ર દુષ્કર્મ આચરીને સંતોષ ન માન્યો, પરંતુ આ વીડિયોના આધારે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. સામાજિક બદનામીના ડરથી મહિલાએ ટપ્પે-ટપ્પે કુલ ₹૫ લાખની રકમ આરોપીઓને ચૂકવી દીધી હતી. આમ છતાં, આરોપીઓની લાલચ ઓછી થઈ નહોતી અને તેઓ સતત વધુ પૈસા માટે દબાણ કરી રહ્યા હતા. જ્યારે મહિલાએ વધુ પૈસા આપવાની ના પાડી, ત્યારે આરોપીઓએ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધા હતા.

કુરાર પોલીસની કડક કાર્યવાહી

વીડિયો વાયરલ થતા અને સતત હેરાનગતિથી કંટાળીને અંતે મહિલાએ હિંમત ભેગી કરી કુરાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાની ગંભીરતા જોઈને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જાતીય અત્યાચાર (Rape), ગુનાહિત ધમકી અને ખંડણી (Extortion) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદ નોંધાતા જ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : MSC Bank Scam: ૨૫,૦૦૦ કરોડનું શિખર બેંક કૌભાંડ હવે ભૂતકાળ: દિવંગત અજિત પવાર અને સુનેત્રા પવારને મોટી રાહત; કોર્ટે આપી ક્લીન ચીટ.

આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન

મલાડ પોલીસે આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી ફરાર આરોપીઓને શોધી રહી છે. પીડિતાના નિવેદનના આધારે આ ત્રણેય શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

Mumbai Milk Price Hike મુંબઈમાં દૂધે મારી સદી! તબેલાનું દૂધ પહોંચ્યું 100 રૂપિયાને પાર
Orange Gate Marine Drive Subway Project ઓરેન્જ ગેટમરિન ડ્રાઇવ ભૂગર્ભ પ્રોજેક્ટ રેલવેના 7 માર્ગો નીચે માત્ર 5 દિવસમાં 54 મીટર સુરંગ બનાવી અદભુત રેકોર્ડ
Dahisar Motorcycle Theft Gang દહિસર પોલીસે મોટરસાયકલ ચોરી કરતી કુખ્યાત ગેંગ ઝડપી પાડી, ૮ ગુનાઓનો ભેદ ઉકેલાયો
Titwala 15Day Mega Block Phase 2 મધ્ય રેલવેમાં ૧૫ દિવસના બ્લોકનો બીજો તબક્કો, ૨ સપ્ટેમ્બરથી રાત્રીની લોકલ રદ, અનેક એક્સપ્રેસના સમય બદલાયા
Exit mobile version