Malad writer property fraud રોકાણના નામે કરોડોની છેતરપિંડી, મુંબઈમાં મહિલા લેખિકા પાસેથી પ્રોપર્ટી ડિલના બહાને ખંખેરી લીધા અધધ… રૂપિયા!

Malad writer property fraud કુરાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીએ બેંક અને કોર્ટના નામે બનાવટી દસ્તાવેજો બનાવીને સસ્તી મિલકત અપાવવાની લાલચ આપી હતી.

by Krishna
Malad writer property fraud  રોકાણના નામે કરોડોની છેતરપિંડી, મુંબઈમાં મહિલા લેખિકા પાસેથી પ્રોપર્ટી ડિલના બહાને ખંખેરી લીધા અધધ... રૂપિયા!

 

News Continuous Bureau | Mumbai

Malad writer property fraud મલાડ (Malad) વિસ્તારમાં રહેતી એક મહિલા લેખિકા સાથે મોટા પાયે આર્થિક ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જુહુમાં (Juhu) ૩બીએચકે ફ્લેટ, લોનાવાલામાં ફાર્મહાઉસ અને વાહનમાં રોકાણ કરવાની લાલચ આપીને તેમની સાથે રૂ. ૨.૨૦ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે.

Malad writer property fraud – બેંક અને કોર્ટના નામે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા

આરોપીએ ફરિયાદી પરિવારનો ભરોસો જીતવા માટે ખૂબ જ ચાલાકીથી બેંક અને અદાલતના નામે ખોટા દસ્તાવેજો (Fake Documents) તૈયાર કર્યા હતા. તેણે બેંકો દ્વારા જપ્ત કરાયેલી મિલકતો સસ્તા ભાવે અપાવવાની ખાતરી આપી હતી, જેના પર વિશ્વાસ મૂકીને પરિવારે ફાઇનાન્સ કંપનીના ખાતામાં મોટા પ્રમાણમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

Malad writer property fraud – કરોડો રૂપિયા ટ્રાન્સફર છતાં કોઈ મિલકત ન મળી

પીડિત પરિવારે ફ્લેટ અને પ્રોપર્ટી માટે કુલ રૂ. ૨.૦૮ કરોડ ફાઇનાન્સ કંપનીમાં જમા કરાવ્યા હતા, તેમજ લોનાવાલા (Lonavala) ના રોકાણ માટે વધુ રૂ. ૧૨.૨૬ લાખ ચૂકવ્યા હતા. સમય વીતવા છતાં ફ્લેટનો કબ્જો ન મળતા અને તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો કે આરોપીનો તે કંપની સાથે કોઈ સંબંધ જ નહોતો.

Malad writer property fraud – પતિના અવસાન બાદ આર્થિક મુશ્કેલી અને પોલીસ તપાસ

પતિના દુઃખદ અવસાન બાદ આર્થિક અને માનસિક આઘાતમાં સપડાયેલા પરિવારે વકીલોની મદદથી તપાસ કરતા બહાર આવ્યું કે આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. આ મામલે કુરાર પોલીસ સ્ટેશન (Kurar Police Station) દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

👉 આ સમાચાર વાચો:
Bandra fake sticker case ધારાસભ્યનું નામ અને નેમપ્લેટ લગાવીને ફરતા પેટ શોપના માલિકની પોલ ખુલી, બાંદ્રા પોલીસે નોંધી એફઆઈઆર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More